Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

આવતા અઠવાડિયે એઇમ્‍સની ટીમ રાજકોટમાં: ર૦૦ એકર જમીન આપી દેવાશે

લોકમેળામાં કામ ગતિમાં છેઃ હાલ કોઇ નવી બાબત વિચારાઇ નથીઃ કલેકટર... : હિરાસર એરપોર્ટમાં એવોર્ડ જાહેર થયો છેઃ ચૂકવણું પણ કરી દેવાશે

રાજકોટ તા. ૯ :  રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે ‘અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે એઇમ્‍સનું જમીન સંપાદન-માપણીનું કામ ગતિમાં છે, અને ર થી ૩ દિવસમાં પુરૂ થઇ જશે. તેમણે ઉમેર્યું હતું કે, આવતા અઠવાડીયે એઇમ્‍સની ટીમ દિલ્‍હીથી રાજકોટ આવી રહી છે, આ ટીમ સાથે મીટીંગ યોજી, તેમને જમીન હેન્‍ડ ઓવર કરી દેવાશે, રાજકોટ કલેકટર તંત્ર દ્વારા રાા એક ખાનગી જમીન સહિત કુલ ર૦૦ એકર જમીન અપાશે.

હિરાસર એરપોર્ટ અંગે તેમણે ઉમેર્યું હતું કે, સરકારે જમીન સંપાદન અંગે કન્‍ફર્મેશન આપી દિધુ છે, હવે જીઆઇડીસીના ડે. કલેકટર દ્વારા ટૂંકમાં ચૂકવણું પણ કરી દેવાશે.લોકમેળા અંગે કલેકટરે ઉમેર્યું હતું કે, તડામાર તૈયારીઓ ચાલી રહી છે, હાલ મેળામાં કોઇ નવો કાર્યક્રમ-ઇવેન્‍ટ અંગે વિચાર્યુ નથી, પરંતુ અધિકારીઓ દ્વારા તમામ લેવલે કાર્યવાહી થશે.

(4:08 pm IST)