Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જય ઇન્ટરનેશનલ સ્કુલ છાત્રો માર્કેટીંગ યાર્ડની મુલાકાતે

રાજકોટ :  જય ઇન્ટરનેશનલ સ્કુલના ધોરણ ૧૧ અને ૧૨ ના વાણિજય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા ખેત પેદાશોના ખરીદ-વેચાણની પ્રેકટીકલ સમજ આપવા માટે કાલાવડ માર્કેટીંગ યાર્ડની મુલાકાતનું આયોજન કરાયું. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ખેત ઉત્પાદનોના વેચાણ, ખરીદી અને સાચવણી  વિશે વિસ્તૃત માહીતી મેળવી હતી, જેણે તેમના વાણિજય પ્રવાહના શિક્ષણમાં પ્રેકટીકલ નોલેજ પુરૂ પાડયું હતું.  જય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓને મુલાકાતથી વ્યવસાયિક ક્ષેત્રે ઉપયોગી માર્કેટીંગ સિસ્ટમ અને આપણા કૃષિ પ્રધાન દેશની અર્થવ્યવસ્થાની સમજ મળી હતી. આ ઉપરાંત કાલાવડ માર્કેટીંગ યાર્ડના મેનેજર શ્રી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માંગ અને પુરવઠાની માહીતી, ખેડુતો દ્વારા ગામડાઓમાંથી આવતા માલની હરરાજી, જથ્થાબંધ અને છુટક માલનું વેચાણ, વિવિધ ઉત્પાદનોની કિંમત નક્કી થતી, આ બધીજ વ્યાપારીક ગતિવિધીઓની સમજ આપી હતી. સફળ શૈક્ષણીક મુલાકાત માટે સંસ્થાના ડિરેકટર ડી.વી. મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા અને પ્રિન્સિપાલ વિપુલ ધન્વાના માર્ગદર્શનમાં સંસ્થાના એજયુકેટર કૃપાબેન વિરડીયા અને હાર્દિક નથવાણીએ જહેમત ઉઠાવી હતી.

(3:35 pm IST)