Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સીંગતેલમાં મંદીઃ બે દિ'માં ૪૦ રૂા. ઘટયા

ઉંચા મથાળે લેવાલી ઘટતા ભાવો તૂટયાઃ નવા ટીનના ભાવ ઘટીને ૧૮૦૦થી ૧૯૫૦ રૂા. થયા

રાજકોટ, તા. ૯ :. સીંગતેલના ભાવ સતત વધ્‍યા બાદ ઉંચા મથાળે લેવાલી ઘટી જતા ભાવો ફરી તૂટી રહ્યા છે. બે દિ'માં સીંગતેલ ડબ્‍બે ૪૦ રૂા. નીકળી ગયા છે.

સીંગતેલના ભાવો સતત વધ્‍યા બાદ ઉંચા મથાળે લેવાલી ઘટતા સીંગતેલમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિ'માં સીંગતેલ ડબ્‍બે ૪૦ રૂા. ઘટી ગયા છે. બે દિ' પૂર્વે સીંગતેલ લુઝના ભાવ (૧૦ કિ.ંગ્રા.) ૧૧૭૫ હતા તે ઘટીને ૧૧૫૦ રૂા. થઈ ગયા છે. સીંગતેલ નવા ટીન (૧૫ કિલો)ના ભાવ ૧૮૪૦થી ૧૯૯૦ રૂા. હતા તે ઘટીને ૧૮૦૦ થી ૧૯૫૦ રૂા. થઈ ગયા છે.

ગત સપ્તાહમાં સીંગતેલમાં સતત ભાવ વધારાના કારણે નવા ટીનના ભાવો ૨૦૦૦ની લગોલગ પહોંચી ગયા હતા, પરંતુ ઉંચા મથાળે કોઈ લેવાલી ન નિકળતા ભાવ ફરી તૂટયા છે. જો કે આ ઘટાડો કામચલાઉ હોવાનું વેપારી સૂત્રો માની રહ્યા છે. સૌરાષ્‍ટ્રમાં વરસાદ ખેંચાતા આગામી દિવસોમાં ફરી ભાવ વધારો થાય તેવી શકયતા છે.

 

(3:35 pm IST)