Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હોમ ક્રેડીટએ સાઇબર ક્રાઇમ ઘટાડવા આશય સાથે 'જાગરૂક' પહેલ અંતર્ગત રાજકોટ પોલીસ સાથે ભાગીદારી કરી

રાજકોટઃ તા.૯, રાજકોટ પોલીસ દ્વારા ખાસ કરીને ફાઇનાન્સ ઉદ્યોગમાં સાઇબર ક્રાઇમ જાગરૂતા માટે સાઇબર ક્રાઇમથી સંબધિત નવીનતમ વલણો તેની ઓળખ કરવા અને અટકાવવા માટેની કુશળતા પ્રાપ્ત કરવા ભારતમાં નાણાકીય સર્વ સમાવેશિતા માટે પ્રતિબધ્ધતા ધરાવતી અને યુરોપ અને એશીયામાં ઓપરેશન ધરાવતી ઇન્ટરનેશનલ કન્ઝયુમર ફાઇનાન્સ પ્રોવાઇડરની સ્થાનીક કંપની હોમ ક્રેડીટ ઇન્ડિયાના અનોખા કદમ 'જાગરૂક'નો વર્કશોપ રાજકોટમાં અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ, આર્યનગર ખાતે યોજવામાં આવ્યો હતો.

આ પહેલ દ્વારા નાણાકીય ગુનાઓ અને સાયબર ક્રાઇમ સંબધીત જટીલ કિસ્સાઓની તપાસ કરતા અધિકારીઓ સાથે બેસ્ટ પ્રેકટીસીસ અને સફળતા વિષે માહિતી આપી પોલીસ ફોર્સમાં તેનુ યોગદાન આપે છે.

આ કાર્યક્રમમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી બલરામ મીણા, ગુજરાત (આઇપીએસ) તથા હોમ ક્રેડીટ ઇન્ડિયાના સુરક્ષા વિભાગના વડા મનીષ કૌશિક તથા પોલીસ વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી અજય કુમાર ચૌધરી, ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ  રવિ મોહન સૈનીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રાજકોટ શહેર બારમુ શહેર છે. જયા આ અભિયાનના પ્રારંભ કરાયો હતો. અગાઉ આ કાર્યક્રમ ગુરૂગ્રામમાં લોન્ચ કરાયો અને ત્યારબાદ એબાલા, મહેસાણા, ભોપાલ, વડોદરા અને ગાઝીયાબાદમાં યોજાયો હતો. અત્યાર સુધી ૧૨૦૦ થી વધારે અધિકારીઓએ ભાગલીધો હતો.

(3:35 pm IST)