Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગ્રીનલેન્‍ડ ચોકડીએ પૈસાની લેતીદેતી મામલે સંજય પર હુમલોઃ કારમાં તોડફોડ

રાજકોટ તા. ૯: ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ રહેતો સંજય વાલાભાઇ રબારી (ઉ.૨૫) ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે પોતાની ઇકો કાર લઇને ઉભો હતો ત્‍યારે અજય અને તેના ભાઇ ભરત ભરવાડે આવી ઝઘડો કરી પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

સંજયના કહેવા મુજબ તેણે ઇકો કાર લેવા માટે ભરવાડ બંધુ પાસેથી પચાસ હજાર રૂપિયા લીધા હતાં. આ રકમ ચુકવી દીધી હોવા છતાં બંને ભાઇઓ વધુ રકમ માંગતાં હોઇ આજે પોતે ચોકડીએ હતો ત્‍યારે બંનેએ આવી પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કરી પોતાને માર મારી કારમાં પણ તોડફોડ કરી હતી. ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

રસીલાને પતિએ માર માર્યો

આજી વસાહત કાનાભાઇના મફતીયાપરા-૨૪માં રહેતી રસીલાબેન અજય સોલંકી (ઉ.૨૫)ને પતિ અજયએ ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

(3:33 pm IST)