Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જીટીયુના MBA -MCA ના પરીણામમાં ફરી સનશાઇન કોલેજના છાત્રોનો દબદબો

રાજકોટ તા. ૯ : સનશાઇન કોલેજ મેનેજમેન્ટ અને આઇટી ક્ષેત્રમાં આગવુ નામ ધરાવતી ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થા છે. જીટીયુ રીઝલ્ટમાં ટોપટેનમાં ટોપર્સ વિદ્યાર્થીઓ આપવા એ આ કોલેજની પરંપરા બની ગઇ છે.

તાજેતરમાં જીટીયુ દ્વારા જાહેર કરવામાં આવેલી સેમેસ્ટર -૪ ના રીઝલ્ટમાં સનસાઇન કોલેજની ત્રણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. સનશાઇન કોલેજની એમબીએ સેમેસ્ટર - ૪ ની મોનીકા સરધારા , પલ્લવી વિરાણી , અને વિશ્વા દલસાણીયા એ ૯.૬૭ એસ.પી. આઇ સાથે સમગ્ર ુજરાતમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જીટીયુના રીઝલ્ટમાં સીપીઆઇ પ્રમાણે બોબી થોમસ ૯.૪૭ સી.પી.આઇ સાથે રૂચી ગોકાણી ૯.૨૬ સી.પી.આઇ સાથે સાગરીકા દત્તાણી ૯.૨૧ સી.પી.આઇ સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય, પાંચમુ અને સાતમુ સ્થાન મેળવેલ છે.

આ જ રીતે તાજેતરમાં જીટીયુના આઇ એમબીએ સેમ .૮ના રીઝલ્ટ સનશાઇન કોલેજની ત્રણ વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં ઝળકી છે. આઇ બીએ સેમેસ્ટર -૮માંથી રીતુ મોલિયા ૯.૬૦ એસ.પી.આઇ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ , મીરા મિશબા ૯.૪૦ એસ.પી.આઇ સાથે અને જયદેવીબા જાડેજાએ ૯.૪૦ એસ.પી.આઇ સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.

જીટીયુના બંને રીઝલ્ટમાં સનશાઇન કોલેજના કુલ ૯ વિદ્યાર્થીઓ એ ગુજરાતમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. વિદ્યાર્થીઓની આ સફળતા સનશાઇન  કોલેજના તમામ ફેકલ્ટીઝની તનતોડ મહેનતને આભારી છે.

વિદ્યાર્થીઓની આ સફળતા બદલ સંસ્થાના કેમ્પસ ડાયરેકટર ડો. વિકાસ અરોરાએ શુભેચ્છાઓ પાઠવી હતીે. સંસ્થાના ચેરમેન મિનેશ માથુરે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને શુભકામનાઓ સાથે ભવિષ્યમાં પણ આ પરિણામ જાળવી રાખવાની પ્રેરણા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:27 pm IST)