Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સીટી સર્વે કચેરીમાં નોંધ પ્રમાણીત થતી ન હોય રેવન્યુ બાર દ્વારા આવેદન અપાયુ

રાજકોટ તા. ૯ :.. સીટી સર્વે કચેરીમાં છ-છ માસથી નોંધ પ્રમાણીત થતી ન હોય રેવન્યુ બાર એસોસીએશન દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.

સીટી સર્વે કચેરીમાં છેલ્લા છ માસથી વિવિધ કારણોસર પ્રોપર્ટી કાર્ડની નોંધ પ્રમાણીત કરવામાં આવતી ન હોય અને અધિકારીઓ દ્વારા વકીલોને ગમે તેવા જવાબો આપવામાં આવતા હોય વકીલો તેમજ સામાન્ય પબ્લીક ખુબ જ હેરાન થઇ રહેલ હોય અસંખ્ય બાંધકામોના પ્લાન કમ્પ્લીશન અટકીને રહેલા હોય આજરોજ રેવન્યુ બારના વકીલો દ્વારા ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહી અને સીટી સર્વે કચેરીમાં નાયબ નિયામક શ્રીને રૂબરૂ મળી અને આવેદન પત્ર આપી રજૂઆતો કરવામાં આવી જેમાં નોંધ પ્રમાણીત થવામાં થઇ રહેલ ઢીલ, તેમજ નામ. કોર્ટના પ્રોબેટ-વારસ સર્ટીફીકેટ હોવા છતાં અધિકારીઓ દ્વારા ખોટી રીતે વારસાઇ નોંધ પ્રમાણીત કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે, તે બાબત રજૂઆતો કરવામાં આવેલ છે.

આ રજૂઆતમાં રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના વકીલો શ્રી સી. એચ. પટેલ, જયેશ બોઘરા, અશ્વિન રામાણી, ધર્મેશ લાડવા, સંજય જોષી, લલીત સંખાવરા, પંકજ દોંગા, જીજ્ઞેશ દેસાઇ, ચીમન રામાણી, અરવિંદ વસાણી, સંદીપ વેકરીયા, નીખીલ ઝાલાવડીયા, સંદીપ પટેલ, ચીંતન સોજીત્રા, વિક્રમ ગોંડલીયા, રમેશ કાપડીયા, આરદીપ બુસા, જગદીશ સોરઠીયા, વિપુલ પટેલ, કલ્પેશ બેલડીયા, વિજય સેખલીયા, અનિલ કાકડીયા, ભાવીન મહેતા, વિમલ ડાંગર, સંજય મેઘાણી, રાકેશ કોઠીયા, કપુપરા, વિગેરે મોટી સંખ્યામાં વકીલોએ હાજરી આપેલ હતી.

(3:26 pm IST)