Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગુરૂવારથી વાઘેશ્વરી એજયુ, સેન્ટર દ્વારા બહેનો માટે ફ્રી ફેશન ડિઝાઇન અવેરનેસ પોગ્રામ : નોંધણી શરૂ

વ્યૂઝઅલ ડેમો, ડ્રોઈંગ, સહિત સાત દિવસ બેઝિક અવેરનેસ કોર્ષ કરાવાશે

 રાજકોટ તાઃ૯ આધુનિક દુનિયામાં પહેરવેશનું મહત્વ વધતું રહ્યું છે સમયની સાથે બાહ્ય દેખાવમાં પણ ગજબનું પરિવર્તન જોવાઈ રહયું છે ત્યારે વાદ્યેશ્વરી એજયુકેશન સેન્ટર દ્વારા બહેનો માટે નિઃશુલ્ક ફેશન ડિઝાઇન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે

 વાદ્યેશ્વરી એજયુકેશન સેન્ટરના નયનભાઈ રાણપરા સહિતનાએ અકિલા કાર્યાલય ખાતે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં પહેરવેશ સંદર્ભેની પણ સજાગતા જરૂરી છે આ પહેરવેશ એટલે કે ફેશનની દુનિયામાં કારકિર્દીની પણ ઉજળી તક્ર રહેલી છે ત્યારે સેન્ટર દ્વારા બહેનો માટે ગુરુવારથી સાંજે ૪ થી ૬ દરમિયાન સાત દિવસ સુધી ફેશન ડિઝાઇન અંગેની બેઝિક કોર્ષ તદ્દન વિનામૂલ્યે કરાવાશે

 માત્ર બહેનો માટેના સાત દિવસના ફેશન ડિઝાઇન અવેરનેસ કોર્ષમાં નામ નોંધાવવા માટે વાઘેશ્વરી એજયુકેશન સેન્ટર પેલેસ રોડ રામ ઔર શ્યામ ગોળાવાળી શેરી (મો,૯૪૦૯૭ ૪૬૩૯૩ ) અથવા (મો, ૯૮૭૯૩ ૩૧૬૬૦  નો સંપર્કઃ સાધી શકાય છે.

(3:25 pm IST)