Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

તંત્રના પાપે બાંકડો બિચારો ! લીમડા-રાંઢવાનો આશરો !

રાજકોટ મહાનગરપાલિકાના બાગ-બગીચાની મુલાકાત લઈએ તો તંત્રની બેદરકારી-ભ્રષ્ટાચારના ભોરીંગના દર્શન અચુક થાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલ રોડ-ડીવાઈડર-કમ-બગીચામાં પણ કાંઈ આવા દ્રશ્યો જોવા મળ્યા. વૃદ્ધોનો વિસામો, વિદ્યાર્થીઓ માટે વાંચનનો આધાર બનતો આ બાંકડો તંત્રના પાયે બિચારો બની ગયો છે. હાલ તો મુલાકાતીઓએ લીમડાના ટેકો રાંઢવાના આશરે આ બાંકડાને રહ્યો છે. નશાના બંધાણીઓ આખો બાંકડો ઉપાડીને વેંચી મારે તે પહેલા બાંકડાનું પુનઃ સ્થાપન જરૂરી હોવાનું લોકો ચર્ચી રહ્યા છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(3:24 pm IST)