Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પ્રિયદર્શન સોસાયટીમાં કનેશ ઉર્ફે કારાના મકાનમાં દરોડો : જુગાર રમતા ૯ ઝડપાયા

કનેશ ઉર્ફે કારો, યશ, શિવુભા, કાનો, શિવાંગ, સુરજસિંહ, કૃણાલ, જીગર અને સાગરની ધરપકડ

રાજકોટ તા ૯  :  શહેરના ૪૦ ફૂટ રોડ પર પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા બાવાજી શખ્સના મકાનમાં તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી તાલુકા પોલીસ મથકના પી.આઇ. વણઝારાના  માર્ગદર્શન  હેઠળ  પી.એસ.આઇ એન.ડી.ડામોર તથા હેડ કોન્સ. હર્ષસિંહ, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઇ, નગીનભાઇ, સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ૪૦ ફૂટ રોડ પર આવેલી પ્રિયદર્શી સોસાયટીમાં શેરી નં.૪ માં રહેતા કનેશ ઉર્ફે કારો  કિશોરભાઇ નિમાવત (ઉ.વ.૩૦) ના મકાનમાં દરોડો  પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક કનેશ ઉર્ફે કારો તથા ૪૦ ફૂટરોડ ન્યુ રાજદીપ સોસાયટી શેરી નં.૧ નો યશ પ્રવીણભાઇ ભટ્ટી (ઉ.વ.૧૯), પ્રિર્યદર્શન સોસાયટી-૩ નો શીવુભા બહાદુરસિંહ રાઠોડ (ઉ.વ.૫૦), પ્રિયદર્શન સોસાયટી-પ નો કાનો કિશોરભાઇ કોરડીયા (ઉ.વ.૧૮) શિવાંગ રાજેશભાઇ સોલંકી (ઉ.વ.૨૩), સુરજસિંહ ચંદ્રસિંહ ચોૈહાણ (ઉ.વ.૨૨) (રહે ભવનાથ સોસાયટી), કૃણાલ હસમુખરાય કુલેરીયા (ઉ.વ.૨૫) (રહે. પ્રિયદર્શન સોસાયટી-૪), જીગર મનસુખભાઇ સોઢા (ઉ.વ.૨૧) (રહે. પ્રિયદર્શન સોસાયટી-૧) ને પકડી લઇ રૂા  ૨૬૫૬૦/- ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:24 pm IST)