Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

લાખાજીરાજ રોડ ઉપરની ભાડુઆતી જગ્યા ખાલી કરવાનો દાવો નામંજુર

રાજકોટ તા.૯: અત્રે લાખાજી રાજ રોડ ઉપરની કીમતી ભાડુઆતી જગ્યા ખાલી કરવવા અંગે થયેલ દાવો સ્મોલ કોઝ કોર્ટ રદ કર્યો હતો.

અત્રે રાજકોટમાં સર લાખાજી રાજ રોડ મચ્છુ શેરીના ખુણા ઉપર આવેલ મીલકત ગુજરનાર મુસ્લીમ ભાઇ મહમદભાઇ ભારમલની માલીકીની આવેલ છે તે મીલકતમાં સાઇઠ વર્ષથી ભાડુઆતી કબજો મે.બી.પી.મહેતા એન્ડ કંપનીના માલીકી દરજે ધીરજ્લાલ એમ મહેતા ધરાવતા હતા અને તેમના અવસાન બાદ સદરહુ ભાડુઆતી જગ્યામાં મહેતા ટાઇપ રાઇટર માલીક દરજે તેમના પુત્ર મહેશભાઇ ધીરજલાલ મહેતા ભાડુઆત દરજે કબ્જો ધરાવતા હતા.

ત્યારબાદ સન ૨૦૦૯ની સાલમાં મકાન માલીકે ભાડુઆત સામે વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મળવા તથા ભાડાવાળી જગ્યાનો ખાલી કબ્જો મેળવા દાવો દાખલ કરેલ હતો.

આ દાવો ચાલી જતાં સ્મોલ કોઝ જજ શ્રી એ.જી.શેખ પોતાના વિસ્તુત ચુકાદામાં તમામ પુરાવાનું મુલ્યાંકન કરી જણાવેલ છે કે, વાદી મકાન માલીકની ઉલટ તપાસ જોતા તેઓએ કયારેય ભાડાવાળી જગ્યામાં રીપેરીંગ કે સમાર કામ કરાવેલ નથી ભાડુઆતે નીયમીત રીતે બેંક મારફત ભાડુ ચુકવેલ છે તેમજ રજુ થયેલ મીલકતના ફોટોગ્રાફ જોતા મીલકત ખુબ જ જુની હોય તેમાં ખુબ જ નુકસાન થયેલ છે અને ખુબ જ ભયજનક સ્થીતીમાં જણાઇ આવે છે તેમજ ભાડુઆતે જે રીપેરીંગ કરેલ છે તે આર્કીટેક અને સીવીલ એંજીનીયરની દેખરેખ હેઠળ કરેલ છે તેમજ સીવીલ એંજીનીયરની જુબાની જોવામાં આવે તો તેઓ જણાવેલ છે કે મીલ્કત ખુબ જ જુની અને ભયજંનક સ્થીતીમાં હતી ભાડુઆતે જે રીપેરીંગ કરેલ છે તે કાયમી પ્રકારનું બાંધકામ ગણાય નહી. ઉપરોકત કામમાં રજુ થયેલ પુરાવો ભાડુઆત તરફે રજુ કરવામાં આવેલ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ મકાન માલીક પોતાને કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ છે અને ભાડુઆતે કોઇ કાયમી પ્રકારનુ બાંધકામ કરી મીલકતને નુકસાન પહોચાડેલ હોય તેવુ પુરવાર કરવામાં વાદી નિષ્ફળ ગયેલ હોય વાલીનો દાવો સ્મોલ કોઝ જજ શ્રી એ.જી.શેખે રદ કરેલ છે.

આ કામે ભાડુઆત મહેતા ટાઇપરાઇટરના માલીક મહેશભાઇ ધીરજલાલ મહેતા વતી રાજકોટના વિદ્વાન એડવોકેટ કેતન પી.દવે, બિનીતા શાહ, ભાવિશા પંડિત રોકાયેલ હતા.

(3:23 pm IST)