Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ચેક પાછો ફરતાં જયપુરના હિરાના વેપારી સામે રાજકોટની કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. ૯: જયપુરના હિરાના વેપારીએ રાજકોટના વેપારીને આપેલ ચેક રિટર્ન થતા ફરીયાદ કરતાં કોર્ટે સમન્સ કાઢેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મવડી રોડ ઉપર આવેલ આકાશદિપ સોસાયટીમાં રહેતા મગનભાઇ રવજીભાઇ વેકરીયા રાજકોટ ખાતે તૈયાર હીરાના માલનો વેપાર કરે છે. અને તૈયાર હીરાના માલની લે-વેંચ કરતા હોવાથી જયપુરના હીરાના વેપારી પ્રદીપભાઇ રતનલાલ સોની રહેઃ મકાન નં. ૧ર, પંચાયત સમીતી સામે, જયપુર, રાજસ્થાનના વેપારીનો કોન્ટેક થયેલો. ત્યારબાદ મગનભાઇએ રૂબરૂ જયપુર જઇને આ કામના આરોપીને રૂ. ૪,૪૬,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ છેતાલીસ હજાર પુરાનો તૈયાર હીરાનો માલ વેંચેલો જે પેટે રૂ. ૧,ર૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ વીસ હજાર પુરા રોકડા ચુકવી આપેલા અને બાકીની રકમ રૂ. ૩,ર૬,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર પુરા ચુકવવા માટે તેઓએ કેનેરા બેંક, અરવીંદ માર્ગ મેઇન બ્રાંચ, જયપુરનો ચેક આપેલો. જે ચેક ફરીયાદી મગનભાઇએ તેમના ખાતા વાળી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ મવડી ચોક બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક અપુરતા ફંડના ના શેરા સાથે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતાં આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહીં. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના મહે. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જયપુરના હીરાના વેપારી પ્રદીપભાઇ રતનલાલ સોનીને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:23 pm IST)