Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જૈન વિઝન દ્વારા જૈનો માટે નિઃશુલ્ક ગરબા કોચિંગ કલાસઃ રજીસ્ટ્રેશન શરૂ

રાજકોટઃ જૈન વિઝન દ્વારા ૪ અલગ અલગ જગ્યા એ જૈન સમાજ માટે રવિવાર તા.૭ નારોજ નિશુલ્ક ગરબા કોચિંગ કલાસ ના ઉદ્દઘાટન  શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ના અમીનેષ ભાઈ રૂપાણી ના વરદ હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે રાજકોટ સીટી વુમન કલબના સ્થાપક પ્રફુલા બેન મહેતા, પૂજા હોબી સેન્ટર ના સ્થાપક પુષ્પાબેન રાઠોડ ખાસ ઉપસ્થિત રહેલ. ઉપરાંત  ટિમ જૈન વિઝનના  લેડીઝ વિંગના અમિષાબેન દેસાઈ એ સ્વાગત પ્રવચન કરેલ, તથા વિભાબેન મહેતા, કલ્પનાબેન પારેખ, હિમાબેન શાહ, પૂનમબેન સંઘાણી, માલાબેન મહેતા બીનાબેન સંદ્યવી, આશાબેન સંઘવી, ભાવુબેન દોશી મીનાબેન શાહ જાગૃતિ બેન પાવાની નમ્રતા બેન બોટાદરા વગેરે ઉપસ્થિત રહેલ.

મહેમાનોનુ સંસ્થા વતી પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. જૈન વિઝન ગરબાના ટ્યૂટરનું ઓની માંનદ સેવા બદલ જૈન સમાજ વતી અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ ૧૨૫ થી વધુ લોકો જોડાયેલ. ડો. તેજસ શાહ એ કાર્યક્રમનુ  સંચાલન કરેલ. તથા આભરવિધિ જૈન વિઝન મહિલા વીંગના જલ્પાબેન પતિરાએ કરેલ.

સમગ્ર આયોજન માટે ટીમ જૈન વિઝન જય ખારા તુષાર પતિરા, નયન રામાણી જય મહેતા, હિતેશ દેસાઈ, પ્રતીક શાહ, ભાગ્યેશ શાહ, હિરેન સંઘવી, પાર્શ્વ સંઘવી. સાગર ગાોસલીયા ધર્મેશ દોશી સહિત ના આગેવાન ખાસ ઉપસ્થિત રહેલ હતા આ નિઃશુલ્ક દાંડિયારાસ શીખવા માટે રાજકોટના અલગ વિસ્તારમાં આ શરૂ થઈ ચૂકયા છે વધુ વિગત નીચે દર્શાવેલ નંબર ઉપર સંપર્ક કરવો. મોટ મો.૯૩૨૮૪ ૪૪૧૯૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:22 pm IST)