Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

એઈડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા ૧ હજાર દિવસનો રોડ મેપ તૈયારઃ વિવિધ કાર્યક્રમો

રાજકોટ, તા. ૯ :. રાજકોટ શહેરમાં ૧૯૮૭થી એઈડ્સ પ્રિવેન્સન અને કંટ્રોલ પરત્વે કાર્ય કરતી સક્રિય સંસ્થા એઈડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા શહેર-જીલ્લાને આવરી લેતો વર્ષ ૨૦૨૨ સુધી એટલે કે આગામી એક હજાર દિવસોનો રોડ મેપ તૈયાર કરાયો છે. જેમાં યુવા જાગૃતિ, શાળા-કોલેજ છાત્રોમાં જાગૃતિ તથા 'નો યોર સ્ટેટસ સંદર્ભે સ્વૈચ્છીક પરિક્ષણ પર વિશેષ કાર્યક્રમો કરાશે તેમ સંસ્થાના ચેરમેન અરૂણ દવેની યાદીમાં જણાવેલ છે. એચ.આઈ.વી. વાયરસના ફેલાવા પરત્વે તથા તેનાથી બચવાના ઉપાયો તેમજ તેની સાથે જીવતા લાખો લોકોના ગુણવત્તાસભર જીવન માટે વિવિધ આયોજન કરેલ છે. સંસ્થાની મોબાઈલ હેલ્પલાઈન ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર મુંઝવતા પ્રશ્નોની માહિતી અપાશે. ઉપરાંત શાળા-કોલેજમાં તથા શિક્ષકો માટે જનજાગૃતિ સેમીનાર યોજાશે. આ પ્રોજેકટનો શુભારંભ આજથી જ કરવામાં આવેલ છે. જેમાં પ્રારંભે ૫૦ યુવાનો જોડાયા છે. આગામી ત્રણ વર્ષ આવનાર એક હજાર દિવસોમાં વિવિધ કાર્યક્રમ પ્રોજેકટથી સમાજના છેવાડાના માનવી સુધી એઈડસની સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડાશે. સમગ્ર આયોજનમાં પ્રોજેકટ ચેરમેન વિશાલ કમાણી આયોજન સંભાળશે.વિશેષ વિગત માટે, જોડવા માટે, સેમીનાર યોજવા સંસ્થાની કચેરી એઈડસ પ્રિવે. કલબ - રા. મ્યુ. કોર્પો. વોર્ડ ઓફિસ, રાષ્ટ્રીય શાળા મેઈન રોડ ખાતે સવારે ૧૦ થી ૧૨ વચ્ચે સંપર્ક સાધવો તેમ ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે.

(3:12 pm IST)