Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રાજકોટના બ્યુટીપાર્લરના ધંધાર્થી વિગેરે સામે ઘરેલું હિંસાની જામનગર કોર્ટમાં ફરિયાદ

સગીર પુત્રનો કબજો મેળવવા રાજકોટની કોર્ટમાં કેસ કરાયો

જામનગર તા ૯  : રાજકોટના રાજનગર શેરી નં.પ ચિત્રકુટ મમતા પેટ્રોલપંપની સામે રહેતા નટવરલાલ રાઠોડના પુત્ર પ્રયાગરાજ સાથે જામનગરના વાણંદ જ્ઞાતીના પ્રમુખ ખોડિદાસભાઇ વાલજીભાઇ શીસાંગીયાની પુત્રી જલ્પાના લગ્ન તા. ૦૯/૦૨/૨૦૧૨ ના રોજ જામનગર મુકામે થયેલા, લગ્ન જીવન દરમિયાન તા. ૦૫/૦૩/૨૦૧૪ ના રોજ પુત્ર ઓમ નો જન્મ થયેલ લગ્નજીવનની શૂઆતથી જ પતિ પ્રયાગરાજ તેના પિતા નટવરલાલ અને માતા મિના બેન ત્રણેયએ મળી જલ્પાબેનને સખત ત્રાસ આપતા. પતિ પ્રયાગરાજને બ્યુટિપાર્લરમાં વિદેશના કસ્ટમર આવતા હોવાથી જલ્પાબેન સાથે અવારનવાર કજીયા, કંકાશ કરી ક્રુરતા આચારતા.

આટલા લાંબા લગ્ન જીવન દરમિયાન પતિ પ્રાયાગરાજે જલ્પાને ત્રાસ ગુજારવામાં કયાંય ખામી રાખેલ નથી અને છેલ્લે તા. ૦૯/૦૧/૨૦૧૯ ના રોજ પ્રયાગરાજ તેના  પિતા નટવરભાઇ અને માતા મિનાબેને જલ્પા અને સગીર પુત્ર ઉપર સખત ત્રાસ ગુજારી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મુકેલ, જેથી જલ્પાબેન તથા તેનો પુત્ર ઓમ જામનગર તેના પિતાશ્રીને ત્યાં આવેલ, ત્યારબાદ તા.૦૩/૦૬/૨૦૧૯ ના રોજ સગિર  પુત્ર ઓમને મળવા માટે અને સમાધાન કરવાને બહાને આઠ વ્યકિતઓને લઇને આવેલ, પછી ઓમ ને પાછો મુકી જશુ તેમ કહીને ઓમને રાજકોટ લઇ ગયેલ ત્યારથી આજ દિવસ સુધી અનેક વખત કહેવા છતા ઓમ ને  મુકવા આવેલ નથી અને જલ્પાબેન ને  છુટાછેાડાની ધમકી આપેલ. આમ છુટાછેાડા મેળવવા માટે થઇ સગિર પુત્ર ઓમ ને હાથો બનાવી રાખેલ છે, તેથી જલ્પાબેને ના છુટકે જામનગર જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં પ્રયાગરાજ અને તેના કુટુંબીજનો સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબનો કેસ દાખલ કરેલ છે, તેમજ રાજકોટના પ્રિન્સિપાલ ફેમીલ જજની કોર્ટમાં સગીર પુત્ર ઓમ નો કબજો મેળવવા ગાર્ડિયન એન્ડ વોર્ડસ એકટ હેઠળનો કેસ દાખલ કરેલ છે. જલ્પાબેન તરફીથી મહિલા ધારાશાસ્ત્રીઓ શ્રી જાગૃતિબેન વ્યાસ, શ્રીમતી કલ્પાબેન વ્યાસ, શ્રી મિનાક્ષીબેન ત્રીવેદી તથા ટ્રેની નિધીબેન પંડયા રોકાયેલ છે.

(1:34 pm IST)