Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગુરુવારથી વાઘેશ્વરી એજ્યુ, સેન્ટર દ્વારા બહેનો માટે ફ્રી ફેશન ડિઝાઇન અવેરનેસ પોગ્રામ : નોંધણી શરૂ

વ્યૂઝઅલ ડેમો, ડ્રોઈંગ,સહિત સાત દિવસ બેઝિક અવેરનેસ કોર્ષ કરાવાશે

રાજકોટ તા;9 આધુનિક દુનિયામાં પહેરવેશનું મહત્વ વધતું રહ્યું છે સમયની સાથે બાહ્ય દેખાવમાં પણ ગજબનું પરિવર્તન જોવાઈ રહયું છે ત્યારે વાઘેશ્વરી એજ્યુકેશન સેન્ટર દ્વારા બહેનો માટે નિઃશુલ્ક ફેશન ડિઝાઇન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે

 વાઘેશ્વરી એજ્યુકેશન સેન્ટરના નયનભાઈ રાણપરા સહિતનાએ અકિલા કાર્યાલય ખાતે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં પહેરવેશ સંદર્ભેની પણ સજાગતા જરૂરી છે આ પહેરવેશ એટલે કે ફેશનની દુનિયામાં કારકિર્દીની પણ ઉજળી તક્ર રહેલી છે ત્યારે સેન્ટર દ્વારા બહેનો માટે ગુરુવારથી સાંજે 4 થી 6 દરમિયાન સાત દિવસ સુધી ફેશન ડિઝાઇન અંગેની બેઝિક કોર્ષ તદ્દન વિનામૂલ્યે કરાવાશે

 માત્ર બહેનો માટેના સાત દિવસના ફેશન ડિઝાઇન અવેરનેસ કોર્ષમાં નામ નોંધાવવા માટે વાઘેશ્વરી એજ્યુકેશન સેન્ટર પેલેસ રોડ રામ ઔર શ્યામ ગોળાવાળી શેરી (મોં,94097 46393 ) અથવા (મોં,98793 316600)નો સંપર્કઃ સાધી શકાય છે.

(12:18 pm IST)