Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ત્રણ શખ્સોએ ઝઘડાનો બદલો લેવા કેન્દ્રીય વિદ્યાલય પાસેથી ૧૩ વર્ષની છાત્રાનું અપહરણ કર્યુઃ બોટાદ નજીક બળાત્કાર

રાજકોટના થોરાળાના કેવલ સોંદરવા, શામજી ઉર્ફ શામો મકા મકવાણા અને કેવલના મિત્ર ભુરાએ બાળાના પિતા સાથેની માથાકુટને કારણે ખાર રાખી ન કરવાનું કર્યુઃ ખળભળાટ મચાવતી ઘટના : પિતા દિકરીને ગઇકાલે સવારે સવા સાતે શાળાએ મુકી ગયા એ પછી કેવલ બીજા ગેઇટમાંથી તેણીને એકટીવામાં બેસાડી શાળાની પાછળ લઇ ગયોઃ ત્યાંથી શામજીની કારમાં બેસાડી કેવલ અને ભુરો ઘેલા સોમનાથથી આગળ વાડીમાં લઇ ગયાઃ ત્યારે શામજી સાથે ન ગયો, તે બપોરે સાડા ત્રણેક વાગ્યે એકટીવા લઇ ત્યાં પહોંચ્યો અને બાળાને કહ્યું-તારા બાપે મારા દિકરા છોટુને માર માર્યો હતો તેનો બદલો લેવા મેં જ તારૂ અપહરણ કરાવ્યું છે...કહી ધમકી દીધીઃ છેલ્લે ત્રંબા નજીક ઉતારી મુકીઃ કાવત્રુ-અપહરણ-બળાત્કાર-પોકસો હેઠળ કાર્યવાહી : સવારે અપહરણ બાદ બપોરે શામજીએ જ બાળાના પિતાને ઉભા રાખી-તારી દિકરી ભવણવા નથી ગઇ, મેં ઉપડાવી લીધી છે....તેમ કહ્યું: પિતાએ શાળા એ જઇ તપાસ કરતાં સીસીટીવી ચેક કરતાં અપહરણ થયાની ખબર પડતાં શામાએ કહેલી વાત સાચી લાગતાં શોધખોળ આદરીઃ સાંજે બાળા મળી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી : અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા કેવલે બળાત્કાર ગુજાર્યો અને શામજી તથા ભુરાએ અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યોઃ બે હવસખોરો સકંજામાં

રાજકોટ તા. ૯: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં નવા થોરાળામાં રહેતાં ત્રણ શખ્સોએ પોતાને એક વ્યકિત સાથે ચાલતાં જુના ઝઘડાનો ખાર રાખી આ વ્યકિતની ૧૩ વર્ષ ૧૧ માસની વય ધરાવતી દિકરીનું કાલાવડ રોડ પરની કેન્દ્રીય વિદ્યાલય પાસેથી અપહરણ કરી છેક બોટાદ પાસે લઇ જઇ ત્રણમાંથી એક શખ્સે બળાત્કાર ગુજારી તેમજ સાથેના બે શખ્સોએ અડપલા કરી બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરતાં અને છેલ્લે સાંજે સરધાર પાસે તેણીને ઉતારીને ભાગી જતાં ત્યાંથી આ બાળાને કોઇએ આજીડેમ ચોકડી નજીક મહિકા પાસે પહોંચાડતાં તે વાલી સુધી પહોંચી હતી અને ખળભળાટ મચાવતી વિગતો જણાવી હતી. યુનિવર્સિટી પોલીસ સુધી મામલો પહોંચતા અપહરણ-બળાત્કાર-પોકસો હેઠળ ગુનો નોંધી બે હવસખોરને સકંજામાં લીધા છે.

ચોંકાવનારી આ ઘટનામાં ભોગ બનેલી બાળાના પિતાની ફરિયાદ પરથી નવા થોરાળા માં રહેતાં કેવલ કિશોરભાઇ સોંદરવા (વણકર), શામજી ઉર્ફ શામો મકાભાઇ મકવાણા તથા કેવલનો મિત્ર ભુરો અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૩૪, ૧૨૦ (બી) તથા પોકસો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

એફઆઇઆરમાં ફરિયાદીએ જણાવ્યું છે કે મારે સંતાનમાં ત્રણ દિકરી છે. જેમાં વચેટ દિકરી ૧૩ વર્ષ ૧૧ માસની છે અને ધોરણ-૮માં અભ્યાસ કરે છે. તેની શાળાનો સમય સવારના ૭:૨૦ થી ૧:૪૦ સુધીનો છે. સોમવારે સવારે હું સવા સાતેક વાગ્યે મારી આ દિકરીને શાળાએ મુકવા ગયો હતો અને મારા ઘરે જતો રહ્યો હતો. બપોરે એકાદ વાગ્યે મારા માતાને બાઇકમાં બેસાડીને હું જતો હતો ત્યારે થોરાળા-૬માં પહોંચતા શામજી ઉર્ફ શામો મકા મકવાણા સામે મળ્યો હતો અને બાઇક ઉભુ રખાવી કહ્યું હતું કે-તારી દિકરી આજે સ્કૂલે ગઇ નથી, મેં તેને ઉપડાવી લીધી છે...તેમ કહી ગાળો દીધી હતી. મેં તેને કહેલ કે હું જાતે જ તેને નિશાળે મુકી આવ્યો છું, તો શામાએ ત્યાં જઇને તપાસ કરી લેવાનું કહેતાં હું તુરત જ શાળાએ પહોંચ્યો હતો. બધા વિદ્યાર્થીઓ છુટીને બહાર આવ્યા હતાં પણ મારી દિકરી ન આવતાં મેં અંદર જઇ પ્રિન્સીપાલ અને કલાસ ટીચરને પુછતાં તેણે તમારી દિકરી આજે આવી જ નથી તેમ કહ્યું હતું.

આથી મેં તેઓને હું જાતે જ સવારે સ્કૂલમાં મુકી ગયો હતો તેમ કહેતાં શિક્ષીકાએ  તેણી કલાસ રૂમમાં આવી જ નહિ હોવાનું કહ્યું હતું. આથી મને શામજીએ કહેલી વાત સાચી લાગી હતી અને મારા સગા વ્હાલાને જાણ કરી મારી દિકરીને શોધખોળ ચાલુ કરી હતી. પણ તે કયાંય મળી નહોતી. સાંજે સાતેક વાગ્યે મારા મોબાઇલમાં થોરાળાના જ હાર્દિકનો ફોન આવ્યોહ તો અને કહ્યું હતું કે હું ત્રંબા તરફથી કામ પતાવી આવતો હતો ત્યારે તમારી દિકરીને મેં એ બાજુ ઉભેલી જોઇ છે તેમ કહેતાં મેં તેને ત્યાં જ ઉભા રહેવા કહ્યું હતું.

એ પછી અમે ત્યાં પહોંચ્યા હતાં અને અમારી દિકરીને ઘરે લાવ્યા હતાં. એ પછી   મારી દિકરીને પુછતાં તેણીએ કહ્યું હતું કે આગલી રાતે મેં કેવલ સોંદરવાને વિડીયો કોલ કર્યો હતો અને તેણે મને કહેલ કે તું આવતી કાલે સ્કૂલે જા ત્યારે બહાર ઉભી રહેજે. જેથી તમે મને ઉતારીને ગયા એ પછી હું સ્કૂલના રૂમમાં ગઇ નહોતી અને બીજા ગેઇટથી બહાર જતી રહી હતી. થોડીવાર બાદ કેવલ તથા તેનો કોઇ મિત્ર આવ્યા હતાંઅ ને તેની પાસે એકટીવા હતું.

કેવલ તેના મિત્રને ભુરો કહીને બોલાવતો હતો. આ બંને મને એકટીવામાં બેસાડી સ્કૂલની પાછળની શેરીમાં લઇ ગયા હતાં અને ત્યાં એક કાર ઉભી હતી. જેમાં શામજીભાઇ ઉર્ફ શામો મકવાણા હતો. ગાડીમાં બેઠા પછી ગાડી કેવલના મિત્ર ભુરાએ હંકારી હતી. હું અને કેવલ વચ્ચેની સીટમાં બેઠા હતાં.

બાદમાં ભુરાએ ગાડી કાલાવડ રોડ અવધના ભૂત બંગલા તરીકે ઓળખાતા બંગલા પાસે લીધી હતી. જ્યાં અમે થોડીવાર બેઠા હતાં. બાદમાં શામજીએ કેવલને ગાડી લઇને તમે વાડીએ પહોંચો હું પણ ત્યાં પહોંચુ છું તેમ કહ્યું હતું. ત્યારબાદ આ લોકો ગાડીમાં આજીડેમ ચોકડી તરફ લઇગયા હતાં અને ત્યાંથી આગળ જતાં ભુરાએ કેવલને હવે કઇ બાજુ જવાનું? તેમ પુછતાં તેણે ઘેલા સોમનાથથી આગળ વાડી છે ત્યાં જવાનું છે તેમ કહેતાં ભુરાએ ગાડી હંકારી હતી. બપોરે બારેક વાગ્યે રોડ પર આવેલી વાડીએ પહોંચ્યા હતાં. જ્યાં વાડીમાં એક ઝુપડુ હતું અને નાનુ મંદિર હતું. બાદમાં કેવલ મને ઝૂપડામાં લઇ ગયો હતો. જ્યાં ખાટલો હતો. ત્યાં બેસાડી હતી. ભુરો ત્યારે ગાડીમાં જ હતો.

એ પછી કેવલે મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. મેં ના પાડવા છતાં તેણે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ કેવલ મને ગાડીમાં લઇગયો હતો. પોતે નીચે ઉભો રહ્યો હતો. ગાડીમાં ભુરાએ પણ મારી સાથે શારીરિક અડપલા કરી બળાત્કાર કરવાની કોશિષ કરી હતી. મેં રાડ પાડી કેવલને બોલાવી ભુરાને આવું નહિ કરવા સમજાવ્યો હતો.

એ પછી સાડા ત્રણેક વાગ્યે શામજી ઉર્ફ શામો મકવાણા એકટીવા લઇને વાડીએ આવ્યો હતો. એ ત્રણેય અંદરો અંદર વાતો કરતાં હતાં. શામજીએ પણ ગાડીમાં આવી મારા શરીરે અડપલા કરી ગુપ્તાંગમાં અડપલા કરી રેપ કરવાની કોશિષ કરી હતી. મેં તેને જવા દેવા આજીજી કરતાં તેણે ગાળો આપી જાપટો મારી હતી અને 'અમે તને ઉપાડી ગયાની વાત તારા પપ્પાને મેં જ કરી છે, તેને સમજાવી દેજે કે મારા દિકરા છોટુને માર માર્યો હતો તેનો બદલો લેવા અમે તારું અપહરણ કર્યુ છે અને તું ઘરે જઇને કોઇને કંઇ કહીશ તો તને અને તારા ઘરનાને મારી નાંખશું' તેવી ધમકી આપી હતી.

એ પછી સાંજે પાંચેક વાગ્યે શામજી ઉર્ફ શામાએ કેવલને કહેલ કે આને ત્રાંબા બાજુ કયાંક ઉતારી દેજે. ત્યારબાદ મને ગાડીમાં બેસાડી કેવલ અને ભુરો ભાવનગર રોડ પર કયાંક ઉતારને જતાં રહ્યા હતાં. એ દરમિયાન ઓળખીતા હાદિર્કભાઇ ત્યાંથી નીકળતાં તે મને જોઇ જતાં ઉભા રહ્યા હતાં.

આ વાત મને મારી દિકરીએ કરી હતી. શામા ઉર્ફ શામજીના છોકરા છોટુ સાથે મારે અગાઉ ઝઘડો થયો હતો અને તેને મેં ઝાપટ મારી હતી. તેનો બદલો લેવા શામાએ કાવત્રુ રચી કેવલ અને ભુરા મારફત લલચાવીને અપહરણ કરાવી કેવલ પાસે બળાત્કાર કરાવ્યો છે અને શામજી તથા ભુરાએ બળાત્કારનો પ્રયાસ કર્યો છે.  ઉપરોકત ફરિયાદને આધારે પી.આઇ. એ.એલ. આચાર્ય, પીએસઆઇ જે. એન. ચાવડા, જે. પી. મેવાડા, ગિરીરાજસિંહ સહિતે ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. બે શખ્સ પોલીસના હાથવેતમાં હોવાનું કહેવાય છે.

(4:12 pm IST)