Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

બે માસથી મજૂરી કામ ન મળતાં કાલાવડના અરલા ગામે રમેશ સોલંકીએ એસિડ પી લીધું

ઝેર, ફિનાઇલ પીવાના અન્ય ચાર બનાવોઃ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી

રાજકોટ તા. ૯: કાલાવડના અરલા ગામે રહેતાં રમેશ જેઠાભાઇ સોલંકી (ઉ.૩૦) નામના વણકર યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રમેશ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર છે. બે-ત્રણ મહિનાથી મજૂરી કામ મળતું ન હોઇ બેકારી અને આર્થિક ભીંસથી કંટાળીને પગલુ ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

કાલાવડના રાજડામાં નંદુબેને ઝેર પીધું

કાલાવડના રાજડા ગામે રહેતાં નંદુબેન દામજીભાઇ દોંગા (ઉ.૬૦) નામના વૃધ્ધાએ ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. તેને સંતાનમાં બે પુત્ર છે. આંખમાં મણી બેસાડ્યા પછી ગમતું ન હોઇ જેથી આ પગલું ભર્યાનું જણાવાયું હતું.

નવાગામમાં ભાવેશ ફિનાઇલ પી ગયો

નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતો ભાવેશ રૂપસંગભાઇ (ઉ.૩૫) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કુવાડવા પોલીસને જાણ કરાઇ હતી.

કણકોટમાં રંજનબેને ફિનાઇલ પીધું

કણકોટ રહેતી રંજનબેન મુકેશભાઇ સોલંકી (ઉ.૨૫) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

ગોંડલના દેવારામે ઝેર પીધું

ગોંડલના યોગીનગરમાં રહેતાં દેવારામ નેનારામ આગલસા (ઉ.૪૦) નામના યુવાને કારખાનેથી છુટ્યા બાદ આશાપુરા ચોકડીએ ઝેર પી લઇ પત્નિને ફોન કરતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયેલ છે. તેને સંતાનમાં એક પુત્રી છે. પોતે સિમેન્ટના પથ્થર બનાવવાની ફેકટરીમાં કામ કરે છે. દવા શા માટે પીધી તે બહાર આવ્યું નથી.

(10:24 am IST)