Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ર વર્ષમાં રાજયમાં એક પણ બીપીએલ પરિવારનો ઘટાડો થયો નથી, વિકાસની માત્ર વાતો

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને જુદા-જુદા પ્રશ્નોના જવાબમાં મોટી વિસંગતતા જોવા મળી

રાજકોટ તા.૮: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારૉસભ્યો દ્વારા જુદા-જુદા પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવતા તેમા મોટી વિસંગતતા જોવા મળી છે.

કોંગ્રેસના ધારાસભ્યોેએ બીપીએલ અંગે પુછેલા પ્રશ્નના જવાબમાં ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે રાજયમાં ૩૦,૯૪,૫૮૦ બીપીએલ પરીવારોની સંખ્યા છે, બે વર્ષમાં ૭,૧૩૧ પરીવારોનો વધારો થયો છે. સૌથી વધુ પરીવારો અમરેલી જીલ્લામાં ૪,૧૭૪ પરીવારોનો વધારો થયો છે. બે વર્ષમાં રાજયમાં એક પણ બીપીએલ પરીવારનો ઘટાડો થયો નથી. સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે રાજયમાં ગરીબ પરીવારોની સંખ્યામાં થતો વધારો વિકાસની પોલ ખોલે છે.

આરટીઓ અંગે પ્રશ્ન

કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓએ વાહન વ્યવહાર મંત્રીશ્રીને રાજયના ૩૨ જીલ્લાઓમાંથી આર.ટીઓ. દ્વારા ઓવરલોડેડ ૬૭,૧૦૭ વાહનો પકડવામાં આવ્યા તે પૈકી ૫૫,૪૫૫ વાહનોને સ્થળ પર દંડ લઇ માંડવાળા કરીને જવા દેવામાં આવ્યા અને ૬,૪૬૬ વાહનોને સીઝ કરવામાં આવ્યા. આર.ટી.ઓ દ્વારા ઓવરલોડેડ વાહનો અંગે કરેલ કાર્યવાહી અંગે માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીએ આપેલ જવાબમાં મોટી વિસસંગતતા એ છે કે મહીસાગર જીલ્લામાં પકડાયેલ વાહનો ૩૩૦ છે તે પૈકી ૩૩૦ વાહનોને સ્થળ પર દંડ લઇને માંડવાળ કરીને જવા દેવામાં આવ્યા તો ૩૫ વાહનો સીઝ કયા કર્યા? તેવી જ રીતે અમદાવાદમાં પકડયા ૪૬૪ અને સીઝ કર્યા ૧,૩૦૭ વાહનો? દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પકડયા ૧૨૧, સ્થળ પર દંડ લઇ માંડવાળ કરીને જવા દેવામાં આવ્યા ૧૨૧ વાહનો તો ૬૧ સીઝ કયા વાહનો કર્યા? એટલે કે આરટીઓ અને વાહનવ્યવહાર મંત્રીશ્રી દ્વારા વિધાસભામાં આપવામાં આવતા જવાબોની સત્યતા કે ખરાઇ અંગે શંકા ઉપજાવે છે.

પાકવિમો

પાકવિમા અંગેના કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નના જવાબમાં કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું. રાજયમાં સને ૨૦૧૮ના ખરીફ પાક માટે પ્રિમિયમ પેટે ખેડુતોએ રૂ.૩૪૯,૪૬,૪૧,૬૩૭ રાજય સરકારે રૂ.૧૨૩૬,૦૧,૨૬૪,૪૧ અને કેન્દ્ર સરકારે રૂ.૧૨૩૬,૦૧,૨૬,૯૪૧ ખાનગી વિમા કંપનીઓને ભરેલ. જે અન્વયે પાક વીમાના વળતર પેટે વીમા કંપનીઓએ ૧૦,૦૪,૬૫૯ ખેડૂતોને રૂ.૨૦૨૯,૯૦,૪૧,૨૭૧ની રકમ ચુકવી છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાએ ખાનગી વીમા કંપનીઓને કમાવી દેવાની યોજના છે કેમ કે દુષ્કાળના વર્ષમાં પણ ખેડતો અને રાજય-કેન્દ્ર સરકારે ભરેલ પ્રિમિયમ જેટલી રકમ પણ ખેડૂતોને વીમા પેટે મળેલ નથી. અમુક જીલ્લાઓમાં તો એક પણ ખેડૂતને એક પૈસો પણ ચુકવવામાં આવેલ નથી જયારે અમુક આખા જીલ્લામાં માત્ર મજાક સમાન ત્રણ, પાંચ કે નવ જેટલા ખેડૂતોને મામુલી રકમ પાક વીમો પેટે ચુકવવામાં આવી છે.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ગાઇડ લાઇનમાં ફરજીયાત પાક વીમાનો વિકલ્પ આપવા સહિતના સુધારા કરવા અંગે તા.૨-૧-૨૦૧૮ અને તા.૩૧-૫-૨૦૧૮ના પત્રથી રાજય સરકારે કેન્દ્ર સરકારને સુચનો મોકલી આપેલ છે. સુચનો મોકલ્યાને દોઢ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર પરામર્શ ચાલે છે.

કૃષિ સહાય બાકી

કૃષિ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે રાજયમાં ૩૧ જીલ્લામાં બે વર્ષમાં ૧,ર૪,૦૦૪, ટ્રેકટર સહાય/સબસીડી મેળવવા અરજીઓ મળેલ તે પૈકી માત્ર ૪પ,૪૩૮ અરજીઓમાં ખેડુતોને સબસીડી/સહાય ચુકવવામાં આવી છે જયારે ૩૭,૭૦૭ અરજીઓમં સહાય ચુકવવાની બાકી છે સૌથી વધુ સાબરકાંઠા જીલ્લામાં પ,૦૭૬ અરજીઓમાં ખેડુતોને ટ્રેકટર સહાય/સબસીડી ચુકવવાની બાકી છે. જયારે તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, મોરબી, અરવલ્લી, ખેડા અને મહીસાગર જીલ્લામાં સહાય ચુકવી તેના કરતા મંજુર થયેલ અરજીઓમાં સહાય ચુકવવાની બાકી હોય તેવી અરજીઓની સંખ્યા વધુ છે. સરકારને ખેડુતોના નામે કૃષિ મહોત્સવ અને આવક ડબલ કરવાના તાયફાઓ કરવામાં રૂપિયાનો ધુમાડો કરવામાં પુરતા નાણા છે જયારે ખેડુતોને ટ્રેકટર સહાય સમયસર મળે તે માટે પુરતા નાણા ફાળવણી ન થતા વર્ષો સુધી સહાયની રાહ જોવી પડે છ.ે

પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે તા. ૩૧/પ/ર૦૧૯ ની સ્થિતિએ રાજયમાં એક પણ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ નથી બીજી બાજુ કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં અને ખુશ્બુ ગુજરાત કી જેવી જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાંં આવે છે. તો કયા સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લે ? તેવો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યો છ.ે

(3:45 pm IST)