Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રાજકોટ શહેરમાં ચાર ગામ મોટામવા, મુંજકા, માધાપર અને ઘંટેશ્વરનો થશે સમાવેશ : મનપાની હદ વધારવાની તૈયારી શરૂ : ગામના સરપંચ અને તલાટીને પત્ર પાઠવ્યો : પત્ર પાઠવી સહમતી આપવા કરાઈ જાણ

(7:47 pm IST)
  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST