Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રાજકોટમાં ચાર સ્થળે દારૂના દરોડામાં ત્રણ શખ્સો પકડાયા

ખોડીયારનગરમાંથી વિજય ૧ર બોટલ, ભોમેશ્વરમાંથી અનવર ૬ બોટલ અને નાનામવા સર્કલ પાસેથી રાહુલ ૧૯ બોટલ સાથે ઝડપાયા

રાજકોટ, તા. ૯ : શહેરના ખોડીયારનગર, ભોમેશ્વર સોસાયટી મેઇન રોડ પર, સાગર ચોક આવાસ યોજના કવાર્ટર પાસે અને નાના મવા સર્કલ પાસે આર.એમ.સી. કવાટર પાસે પોલીસે દરોડો પાડી દારૂની ૪૯ બોટલ કબ્જે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના એ.એસ.આઇ. ડી.કે. ડાંગર, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર અને રોહીતભાઇ તથા વિજયભાઇ મહેતા સહિત પેટ્રોલીંગમાં હતા, ત્યારે બાતમીના આધારે ખોડીયારનગર શેરી નં. ૮ના ખૂણેથી વિજય લાખાભાઇ સીતાપરા (ઉ.વ.૧૯) (રહે. ખોડીયારનગર શેરી નં. ૮) ને દારૂની ૧ર બોટલ સાથે પકડી લીધો હતો. જયારે બીજા દરોડામાં ભોમેશ્વર સોસાયટી મેઇન રોડ પર રેલ્વે ફાટક પાસેથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ જી.એન. વાઘેલા સહિતે દરોડો પાડી અનવર કાસમભાઇ શેખ (ઉ.વ.૪૩) (રહે. જામનગર રોડ હુડકો કવાર્ટર નં. ૩ર, શેરી નં.ર)ને દારૂની ૬ બોટલ સાથે ઝડપી લીધો હતો. ત્રીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી. ડામોર તથા ડી-સ્ટાફના નગીનભાઇ સહિતે સાગર ચોક આવાસ યોજના કવાર્ટરમાં બ્લોક નં. ૧ પાસેથી દારૂની ૧ર બોટલ કબ્જે કરી હતી જયારે પિન્ટુ ઉર્ફે પરેશ હકાભાઇ સાકરીયા (રહે. આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૧ કવાર્ટર નં.૧રરર) ભાગી ગયો હતો. ચોથા દરોડામાં નાના મવા સકલ પાસેઅ ારએમસી કવાર્ટર બ્લોક નં. ર૬ કવાટર નં. ૮૬પમાંથી દારૂની ૧૯ બોટલ સાથે રાહુલ અલ્પેશભાઇ કડવાતર (ઉ.વ.૧૯) (રહે. મીરાનગર-૩, બાપાસીતારામ ચોક પાસે) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. (૮.૧ર)

(4:32 pm IST)
  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST