Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વિજયનગરમાં ચૂલામાં ગોદડાનો છેડો અડી જતા આગ લાગી : દક્ષાબેન મહાલીયાનું મોત

રાજકોટ તા. ૯ : ભાવનગર રોડ પર વિજયનગરમાં રહેતી વણકર મહિલા સળગતો ચુલો ઓલવવાનું ભુલી જતાં ગોદડુ સળગતા વણકર મહિલાનું દાઝી જતા મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ વિજયનગર શેરી નં. ૮માં રહેતા દક્ષાબેન વિપુલભાઇ મહાલીયા (ઉ.૩૨) (વણકર) રાત્રે પતિ અને બે બાળકો સાથે અગાસી ઉપર હતા ત્યારે રસોઇ બનાવ્યા બાદ ચુલો ઓલવવાનું ભુલી ગયા હતા. બાદ દક્ષાબેન તેના પતિ, પુત્ર અને પુત્રી સાથે સૂઇ ગયા હતા. દરમિયાન ગોદડાનો છેડો ચુલામાં અડી જતા ગોદડુ સળગતા દક્ષાબેન ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જે.જી.ચૌધરી તથા રાઇટર વિક્રમભાઇએ કાર્યવાહી કરી હતી.(૨૧.૧૯)

(4:32 pm IST)