Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

અન્ડર-૧૪ બહેનો માટે ઇન્ટર ડીસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ : પ્રથમ દિવસે રાજકોટ સામે જામનગરનો અને ગાંધીનગર સામે પાટનો ઝળહળતો વિજય

રાજકોટ : સુરક્ષા સેતુ સોસાયટી અને બાન લેબ કપ રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસોસીએશન દ્વારા યોજાયેલ અંડર -૧૪ બહેનો માટેની ઇન્ટર ડીસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટનો ગઇકાલથી પ્રારંભ થયેલ છે. ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન બાલલેબના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી અને ફુટબોલ એસો.ના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા તથા મુકેશભાઇ બુંદેલાએ ફુટબોલને કીક મારીને કરાવ્યુ હતુ. આ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ જામનગરની ટીમે રાજકોટ સામે ૪-૦ ગોલથી તથા બીજો મેચ પાટણની ટીમે ગાંધીનગર સામે ૫-૦ ગોલથી જીતી લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળા, ડી. વી. મહેતાની રાહબરી હેઠળ બાલસિંહજી સરવૈયા, મુકેશ બુંદેલા, જીવણસિંહ બારડ, ઉદય ઓલી, રોહીત બુંદેલા, રાજેશ ચૌહાણ, જયેશ કનોજીયા, લાલસિંહ ચૌહાણ, અજય ભટ્ટ, અજય આચાર્ય વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (૧૬.૫)

(4:31 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST

  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST