Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

હનુમંત એકેડેમી દ્વારા સોમવારે શૈક્ષણિક સેમીનાર

પૂ. મોરારીબાપુની અધ્યક્ષતમાં હેમુ ગઢવી હોલ ખાતે આયોજન : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તજજ્ઞોનું માર્ગદર્શન

રાજકોટ તા. ૯ : ઉજવળ કારકીર્દી અર્થે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન મળી રહે તે માટે હનુમંત એકેડેમી દ્વારા એક શૈક્ષણિક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો આપતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવેલ કે તા. ૧૧ ના સોમવારે બપોરે ૨.૩૦ થી ૬ સુધી હેમુ ગઢવી હોલ ખાતે વિશ્વ વંદનીય  સંત શ્રી મોરારીબાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સેમીનારમાં સૌ.યુનિ.ના પ્રથમ મહિલા કુલપતિ પ્રો. નિલાંબરીબેન આર. દવે તેમજ જાણીતા વકતા શૈલેષભાઇ સગપરીયા, જાણીતા શિક્ષણવિંદ ગીજુભાઇ ભરાડ, સૌ.યુનિ.ના સિન્ડીકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. નેહલભાઇ શુકલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

અહી ઉલ્લેખનીય છે કે હનુમંત એકેડેમી દ્વારા સમાજના તમામ વર્ગના વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવે તેવા આશયથી તાલીમ વર્ગો ચલાવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર હાઇસ્કુલ લેવલથી જ થવા લાગે તે માટે ધો.૧૦ અને ૧૨ પછી કે કોલેજ પછી કઇ કઇ તૈયારી કરવી તે અંગે આ સેમીનારમાં માર્ગદર્શન અપાશે.

ઉપરાંત સરકાર દ્વારા મળવા પાત્ર સ્કોલરશીપ અંગે પણ જાણકારી અપાશે.

સમગ્ર સેમીનાર નિઃશુલ્ક છે. પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. લાભ લેવા ઇચ્છુક વિદ્યાર્થી-વાલીઓએ હનુમંત એકેડેમી મો.૮૮૬૬૭ ૨૧૬૫૧, મો.૯૪૨૭૫ ૪૪૪૪૪, મો.૯૮૭૯૦ ૭૫૪૭૫, મો.૭૭૭૯૦ ૩૩૭૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં સમગ્ર સેમીનારની વિગતો વર્ણવતા ગૌરવ દાણીધારીયા, પ્રો. વિવેક ગોંડલીયા, ડો. ચિન્તન ગોંડલીયા, કૌશલ ગોંડલીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૬)

(4:29 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • અમદાવાદમાં કાલથી હળવા વરસાદની આગાહી: અમદાવાદવાસીઓ પણ અસહય બફારા ઉકળાટથી ત્રસ્ત છેઃ ત્યારે તેઓ માટે થોડા રાહતના સમાચાર છેઃ આવતીકાલથી અમદાવાદમાં હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે access_time 11:27 am IST

  • હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. access_time 2:40 am IST