Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

'ઝિંદગી ગુલઝાર હૈ' : કાલે સાહિત્ય પ્રેમીઓ માટે ધી ઓપન માઇક ઇવેન્ટ

રાજકોટ તા. ૯ : કોઇ પણ વ્યકિત માઇક હાથમાં આવતા જ ગભરાઇ જાય છે. ત્યારે માઇક પ્રત્યેનો છોછ દુર કરવા રાજકોટના યુવાનોએ 'ઝીરો ગ્રેવીટી' નામે ગ્રુપ બનાવ્યુ છે.

આ ગ્રુપ દ્વારા કાલે તા. ૧૦ ના સાંજે ૫.૩૦ વાગ્યે 'ઝિંદગી ગુલઝાર હૈ' શીર્ષકતળે સાહિત્યના શોખીનો માટે ધી ઓપન માઇક ઇવેન્ટનું આયોજન કરાયુ છે.

લા હ્યુમોરિસ્તા કાફે, જે. કે. ચોક, યુનિવર્સિટી રોડ ખાતે આયોજીત આ ઇવેન્ટમાં યુવા વર્ગની કોઇ પણ વ્યકિત ભાગ લઇ શકશે. સાહિત્યની પ્રસ્તુતીની તક અપાશે. સીંગીગ, પોએટ્રી, સ્ટોરી ટેલીંગ જેવી કોઇપણ કેટેગરીમાં રજુઆત કરી શકાશે. ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. વધુ વિગત માટે મો.૯૫૩૭૨ ૯૮૧૮૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા કેવલ શાહ, રક્ષિત વખારીયા, જય બુધ્ધદેવ, નિકુંજ પાટડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં વિગતો વર્ણવતા જય શાહ અને રક્ષિત વખારીયા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૮)

 

(4:18 pm IST)