Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સૌરાષ્ટ્ર - ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે

ચોમાસુ મુંબઈ પહોંચ્યુ : ચોમાસુરેખાની બંગાળની પાંખ ક્રમશઃ આગળ વધશે, જયારે અરબીની પાંખની ગતિ ધીમી પડશેઃ ૧૬મી જૂન સુધી ઝાપટા - હળવો વરસાદ ચાલુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ

રાજકોટ, તા.૯ : રૂમઝૂમ કરતુ ચોમાસુ મુંબઈ સુધી પહોંચી ગયુ છે. મહારાષ્ટ્ર - મુંબઈમાં ધોધમાર વરસાદ ચાલુ છે ત્યારે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતવાસીઓને સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ઝાપટા કે હળવા વરસાદથી સંતોષ માનવો પડશે. જો કે હવે દરરોજ કોઈને કોઈ જગ્યાએ હળવો વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે વિધિવત રીતે મુંબઈમાં આગમન થયુ છે. ચોમાસુરેખા અરબીમાં ૧૯ ડિગ્રી નોર્થ એટલે કે મધ્ય અરબી સમુદ્રનો મોટો ભાગ આવી ગયો. ચોમાસુરેખા મુંબઈથી પરભણી (મહારાષ્ટ્ર), બ્રહ્મપુરી, ભવાનીપટના, પુરી અને નોર્થ ઈસ્ટના રાજયો તરફ જાય છે. હાલના સંજોગો જોતા આવતા ત્રણ - ચાર દિવસ ચોમાસુરેખાની બંગાળની પાંખ હજુ ક્રમશઃ આગળ ચાલશે. જયારે અરબી તરફની પાંખની ગતિ હવે ધીમી રહેશે.

એક લોપ્રેશર ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં ઉદ્દભવ્યુ છે જેને આનુસાંગિક સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ.મી.ની ઉંચાઈએ ફેલાયેલ છે. આ સિસ્ટમ્સ બાંગ્લાદેશના દરિયાકિનારા નજીક છે. ઈસ્ટ- વેસ્ટનો ટ્રફ પંજાબથી લોપ્રેસરનું સેન્ટર ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. (વાયા દક્ષિણ હરિયાણા, ઉત્તર પૂર્વ રાજસ્થાન, દક્ષિણ યુપી, ઝારખંડ, વેસ્ટ બેંગાલ અને ત્યાંથી લોપ્રેશર સુધી).

એક ઓફસોર ટ્રફ ઉત્તર મહારાષ્ટ્રથી કેરળ સુધી છે અને એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ગોવાથી ૫.૮ કિ.મી.ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. જે હાલ નબળુ પડે છે.

અશોકભાઈ તા.૯થી ૧૬ જૂન સુધીની આગાહી કરતા જણાવે છે કે ચોમાસાની ગતિ હાલ અરબી તરફ મંદ પડે પડેલ  હોય સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના મોટા સેન્ટરોમાં હાલ નોંધપાત્ર વરસાદની શકયતા નથી. જો કે ઝાપટા, હળવો વરસાદ ચાલુ રહેશે. હવે વિસ્તારો પણ વધશે. આગાહીના લગભગ દિવસોમાં ઝાપટા હળવો વરસાદ પડશે. હાલ રાજકોટમાં મહત્તમ તાપમાન નોર્મલ ૩૯ ડિગ્રી ગણાય. હાલ ભેજનું પ્રમાણ વધારે હોય અસહ્ય ઉકળાટ - બફારો અનુભવાઈ રહ્યો છે, જયારે છેલ્લા ત્રણ દિવસથી પવનનું જોર વધ્યુ છે. આગાહીના સમય દરમિયાન પણ પવનનું જોર રહેશે.  નીચલા લેવલે ભેજનું પ્રમાણ સારૂ છે પણ ઉપલા લેવલના પવનો સૂકા છે. (૩૭.૧૧)

(4:15 pm IST)
  • શિવસેનાએ ભાજપનુ નાક દબાવ્યું: વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧પર બેઠકો માંગીઃ ભાજપને ૧૩૬ બેઠકોની ઓફરઃ સીએમ પણ ઉધ્ધવ પોતાના પક્ષના ઇચ્છે છે જો કે ભાજપ ૧૩૦ થી વધુ બેઠક આપવાના મુડમાં નથી. access_time 3:49 pm IST

  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST