Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પૂજા પોપટના અફલાતુન ચિત્રો નિહાળો

આર્ટ ગેલેરીમાં ચિત્ર પ્રદર્શનનો પ્રારંભઃ કાલે છેલ્લો દિવસઃ કલાપ્રેમીઓ પહોંચી જાવઃ મહિલા ચિત્રકાર દ્વારા ફલૂઈડ આર્ટમાં સૌપ્રથમ વખત ચિત્રો પ્રદર્શીતઃ ૧૩૫ ચિત્રોનું સોલો એકઝીબીશન

રાકજકોટઃ તા.૮,૯,૧૦ જૂનના રોજ રાજકોટમાં યોજાનાર ત્રિદિવસીય પ્રદર્શનનો ગઈકાલે તા.૮ના રોજ શુભારંભ થઈ ચૂકયો છે.

ડો.શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં યોજાયેલ આ ચિત્ર પ્રદર્શનમાં પ્રથમ દિવસે જ રાજકોટના કલારસીકોએ મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી. પૂજાબેન રચિત ચિત્રો કલાની આગવી સૂઝ, સમજ અને આંતરિક દૃષ્ટિકોણથી બનાવાયેલ હોઈ બધાં જ ચિત્રો કંઈને કંઈ અર્થ સૂચવતા હતા. જે લોકોએ ખૂબ જ શાંતિથી સમજ્યો હતો.

આ પ્રદર્શનમાં એબ્સ્ટ્રેકટ આર્ટ, નાઈફ આર્ટ, ફલુઈડ આર્ટ વિગેરે લોકોએ ખૂબ જ વખાણ્યા હતા. અત્રે નોંધાનીય છે કે ફલૂઈડ આર્ટ રાજકોટમાં સૌ પ્રથમવાર ચિત્રપ્રદર્શનમાં પ્રદર્શિત થયેલ છે. મહત્વની વાતએ છે કે ચિત્રો પહેલી નજરે સારા લાગવા, આ ઉપરાંત આ બધાં જ ચિતરો અમુક પ્રકારના ધ્યાન અને આધ્યાત્મિક રીતે એક જુદો જ પ્રભાવ ધરાવતા હતા. જેની કલારસીકોએ ખૂબ જ પ્રશંસા કરેલી ખાસ આમંત્રણને માન આપીને 'અકિલા' પરીવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા (કિરીટકાકા)એ એમના સ્નેહભર્યા આગમનથી પૂજાબેન તથા પરિવારને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા. રાજકોટની આર્ટ ગેલેરીને એક નવા જ રૃપમાં પ્રદર્શન માટે તૈયાર કરેલી જોઈ કિરીટકાકાએ ખૂબ જ પ્રશંસા કરેલી. આ પ્રસંગે જામનગરના પ્રતિનીધિ શ્રી મુકુંદભાઈ બદીયાણી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના હાલના સભ્ય અને પૂર્વ ચેરમેન શ્રી મનોજભાઈ અનકડટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ ક્ષેત્રે સૌ પ્રથમવાર મહિલા ચિત્રકાર દ્વારા ૧૩૫ જેટલા ચિત્રોનુ સોલો એકસીબીશન યોજાયેલું છે જે શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે.

Reflection, Divine Lght, Colour  Splash, The Goden Abstract, Alchemy, Elixir, Euphoria, Seven Elenents, The Tree Life, Marilyn Monroe Motion of Ocean વિગેરે ચિત્રો પ્રદર્શનમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આમંત્રણને માન આપીને રાજકોટ શહેરના દિગ્ગજ હસ્તીઓએ પ્રદર્શનમાં હાજરી આપીએ બદલ પૂજાબેને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી હતી. ત્રિદિવસીય પ્રદર્શન તા.૯ જૂન અને ૧૦ જૂનના રોજ ચાલુ હોય, રાજકોટ શહેરની જાહેર જનતા, કલારસીકો આ પ્રદર્શન મોટી સંખ્યામાં નિહાળે એવું ખાસ નિમંત્રણ છે. પ્રદર્શનનો સમય શનિવારે સાંજે ૫ થી ૧૦ વાગ્યા સુધી તથા રવિવારે સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૧૦ વાગ્યા સુધીનો રહેશે.

 પૂજાબેનનો પરિચય

પૂજાબેન પોપટનું કહેવું છે ક, જુનાગઢમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી રાજકોટમાં બેચલર ઓફ કોમ્પ્યુટર એન્જીનિયરીંગ અને માસ્ટર્સ ઓફ કોમ્પ્યુટર એન્જીનિયરીંગની ડીગ્રી મેળવી કોઇ પણ પ્રકારની તાલિમ કે ડીગ્રી લીધા વિના જ માત્ર પિતાના પ્રેરણાબળ અને આત્મવિશ્વાસના સહારે મહેનત કરી અંદર છુપાયેલી શકિતને ઉજાગર કરી છે...જેમ-જેમ શીખવાનો પ્રયાસ કર્યે રાખ્યો તેમ-તેમ મનોબળ વધતાની સાથે જ નિપુણતા પણ આવતી ગઇ, ૨૦૧૩માં રાજકોટની અમી છગ આર્ટ ગેલેરીમાં પ્રથમ વખત ચિત્ર પ્રદર્શન કર્યા બાદ કલાની યાત્રા આગળને આગળ વધવા લાગી...એવી જ રીતે રશિયન એબ્સ્ટ્રેકટ આર્ટીસ્ટ વસીલી કેન્ડીન્સ્કીના કલાભિગમથી પ્રેરિત થઇ આગળની યાત્રા એબ્સ્ટ્રેકટ ફોર્મમાં નિરૃપિત થઇ.

પૂજાબેને કહે છે કે એબ્સ્ટ્રેકટ આર્ટ ફોર્મ આધુનિક કલા પધ્ધતિ છે.જે કલાકાર અને કલારસીક એમ બન્નેને કલા સાથે જોડવાની જેમ જ માણવાનો  એક જુદી જ પ્રકારનો સ્વતંત્ર દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે...એવી જ રીતે અન્ય અત્યાધુનિક કલા પધ્ધતિ ફલુઇડ આર્ટ પણ જીવન જીવવાની રીતને દાર્શાનિક સ્વરૃપ આપે છે. આ અંગે વધુ માહિતી માટે મો.૯૪૨૭૩ ૮૬૯૫૮ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:01 pm IST)