Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રામાપીર ચોકડીએથી ચોરાઉ વાહન સાથે પ્રશાંત મારૂ પકડાયો

દોઢ મહિના પહેલા ઉઠાંતરી કરી'તીઃ એસઓજીએ પકડ્યો

રાજકોટ તા. ૯: રૈયા રોડ રામાપીર ચોકડી પાસેથી એસઓજીએ એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. માધાપર ચોકડી પાસે બેકબોન રેસિડેન્સી ઓ-વિંગ ૨૦૧માં રહેતો પ્રશાંત ચીમનભાઇ મારૂ (ઉ.૩૧) ચોરાઉ વાહન ફેરવતો હોવાની બાતમી કોન્સ. ગિરીરાજસિંહ ઝાલા, જેન્તીગીરી ગોસ્વામી અને જીતુભા ઝાલાને મળતાં પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. બ્રિજરાજસિંહ ઝાલા, ગિરીરીરાજસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ સહિતે તેને નંબર વગરના સુઝુકી સાથે સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે ૨૫ હજારનું આ વાહન દોઢેક માસ પહેલા મોરબી રોડ ઓવર બ્રીજ પાસેથી ચોરી કર્યાનું કબુલતાં ધરપકડ કરવામાં આવી હતી. પોતાની પાસે વાહન ન હોઇ ફેરવવા માટે ચોરી કર્યાનું તેણે રટણ કર્યુ હતું.

(1:01 pm IST)
  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. access_time 2:40 am IST

  • સીરિયાના બળવાખોર કબ્જાગ્રસ્ત ઇદ્લીબ પ્રાંતના એક ગામ પર રશિયાએ ફરી કર્યા ઘાતક હવાઈ હુમલાઓ : ૬ બાળકો સહિત લગભગ ૪૪ લોકોના મોત થયાનું બહાર આવ્યું : જોકે રશિયાએ આ વાતનો રદિયો આપતાં કહ્યું છે કે તેમણે આ હુમલાઓ નથી કર્યા access_time 12:37 pm IST