Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

શ્રીનાથજી પાર્કમાં રેલ્વેના સ્ટેશન માસ્તર રાજેશભાઇ પર પડોશીનો બેટથી હુમલો

તમારો છોકરો મારા છોકરા સાથે અવાર-નવાર માથાકુટ કરે છે...તેમ કહી મુકેશ મેર બેટથી તૂટી પડ્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ તા. ૯: કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ સામે શ્રીનાથજી પાર્ક મકાન નં. ૫માં રહેતાં અને ભકિતનગર રેલ્વે સ્ટેશનમાં સ્ટેશન માસ્તર તરીકે ફરજ બજાવતાં રાજેશભાઇ નરેન્દ્રભાઇ રવાસીયા (લોહાણા) (ઉ.૪૫)ને તેના પડોશમાં જ રહેતાં મુકેશ મેર નામના શખ્સે બેટથી હુમલો કરી ઇજા પહોંચાડતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે માલવીયાનગરના એએસઆઇ જી. કે. પરમારે રાજેશભાઇની ફરિયાદ પરથી મુકેશ સામે ગુનો નોંધ્યો છે. રાજેશભાઇના કહેવા મુજબ તે રાત્રે સાડા દસેક વાગ્યે ઘરની બહાર ઉભા હતાં ત્યારે મુકેશ આવ્યો હતો અને 'તારો છોકરો અવાર-નવાર મારા છોકરા સાથે માથાકુટ કરે છે' તેમ કહેતાં રાજેશભાઇએ 'હવે એ માથાકુટ નહિ કરે હું તેને સમજાવી દઇશ' તેમ જણાવતાં મુકેશ ઉશ્કેરાઇ ગયો હતો અને જેમ ફાવે તેમ બોલી બેટ લઇને આવ્યો હતો અને હુમલો કરતાં હાથ આડો રાખતાં હાથ અને ખભા પર ઇજા થઇ હતી.

(1:00 pm IST)