Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

હલેન્ડા પાસેની હોટેલના સંચાલક અને ટ્રક ચાલક દ્વારા કોલસા ચોરવાનું કૌભાંડઃ ૬.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે

ભચાઉની કંપનીમાંથી ભાવનગર મોકલાઇ રહેલા ટ્રકમાંથી થતી હતી ચોરીઃ એસઓજી અને આજીડેમ પોલીસે સાથે મળી રાજસ્થાનના અલીશેરખાન અને ક્રિષ્ના હોટેલવાળા અજીત જળુને પકડ્યા

રાજકોટ તા. ૮: સરધાર નજીક હલેન્ડામાં  આવેલી ક્રિષ્ના હોટેલનો સંચાલક અને રાજસ્થાનનો ટ્રક ચાલક ભચાઉની કંપનીમાંથી ભાવનગર મોકલવામાં આવી રહેલા ટ્રકમાંથી કોલસાની ચોરી કરતા હોવાની બાતમી મળતાં એસઓજી અને આજીડેમ પોલીસે બંનેને પકડી લઇ રૂા. ૬,૬૫,૦૦૦નો મુદમાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.

એસઓજીના આર. કે. જાડેજા અને ચેતનસિંહ ગોહિલને મળેલી બાતમી પરથી હલેન્ડાની ક્રિષ્ના હોટેલ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ થતાં જીજે૩એએકસ-૬૭૩૫ નંબરના ટાટા એસ ટ્રકમાંથી કોલસાના ૫૦ બાચકાઓ હતાં તેમાંથી કોલસા ચોરવામાં આવ્યાનું જણાતાં ટ્રક ચાલક મુળ રાજસ્થાન બાડમેરના આંતરા ગામના અલીશેરખાન સુબાનખાન મંગળીયા (ઉ.૪૦) તથા ક્રિષ્ના હોટેલના સંચાલક હલેન્ડાના અજીત દાદભાઇ જળુ (ઉ.૩૨) સામે આઇપીસી ૩૭૯, ૪૧૧, ૧૧૪ મુજબ ગુનો જેમાંથી કોલસા ચોરી જે ટ્રકમાં ભરાવ્યા હતાં તે ૫ લાખનો ટ્રક, ૧II લાખનું ટાટા એસ વાહન, તેમાં ભરેલા ૧૦૦૦ કિલો કોલસા મળી કુલ રૂ. ૬,૬૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પોલીસ કમિશ્નરશ્રી ગહલોૈત, જેસીપી શ્રી ભટ્ટ, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, એસીબી બી. બી. રાઠોડ અને પી.આઇ. પી.એન. વાઘેલા તથા પી.આઇ. એસ. એન. ગડુની રાહબરી હેઠળ આર. કે. જાડેજા, મોહિતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા, ચેતનસિંહ ગોહિલ, મહિપાલસિંહ ઝાલા, પીએસઆઇ આર. વી. કડછા સહિતની ટીમે આ કાર્યવાહી કરી હતી.

(4:21 pm IST)
  • અમદાવાદ : સીએમએસ ઇન્ફોસિસ્ટમ લિમિટેડના કર્મચારીએ 1 કરોડ 39 લાખની કરી ઉચાપત : કંપની શહેરમાં એટીએમ મશીનમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે, જેમાં આરોપી પુર્વિશ ચૌધરી કસ્ટોડિયન તરીકે નોકરી કરતો હતો : ઓડિટ સમયે વાહનમાં પંચર થયું હોવાનું બહાનું કરી આરોપી થઇ ગયો ફરાર access_time 12:43 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST

  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST