Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

રાજકોટમાં નશામાં આવેલા દર્દીના સ્વજનોએ ડોક્ટરને માર્યો

રાજકોટમાં વધુ એક હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો : દર્દીના સ્વજનોએ હોસ્પિટલમાં ઘૂસીને મેડિકલ સ્ટોર સંચાલક અને મેડિકલ ઓફિસરને માર માર્યો હતો

રાજકોટ, તા. ૯ : રાજકોટમાં વધુ એક હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના બની છે. રાજકોટના નાનામવા રોડ પર આવેલ રાજનગર ચોકમાં સાકેત હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવાની ઘટના બની છે. દર્દીના સ્વજનોએ હોસ્પિટલમાં ઘૂસીને મેડિકલ સ્ટોર સંચાલક અને મેડિકલ ઓફિસરને માર માર્યો હતો. રાજકોટના નાનામવા રોડ પર આવેલા રાજનગર ચોકમાં સાકેત હોસ્પિટલમાં દર્દીના સગા ઘૂસી મેડિકલ ઓફિસર અને મેડિકલ સંચાલક પર હુમલો કર્યો હતો. નીલદીપ અને હરકિશન સહિત ૩ થી ૪ લોકો હોસ્પિટલમાં ઘૂસ્યા હતા અને હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફ કેમેટામાં કેદ થઈ છે. હુમલાખોરો હોસ્પિટલમાં ૨ વ્યક્તિને માર મારી અટક્યા ન હતા. તેઓ પાર્કિંગમાં પડેલ વાહનો પછાડીને બહાર નીકળ્યા હતા. તેમની આ હરકત પણ સીસીટીવીમાં કેદ થઈ છે. હુમલા ખોર નશાની હાલતમાં હોસ્પિટલમાં પ્રવેશ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ૈંસ્છ દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશન પહોંચી આરોપી વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

કહેવાય છે કે, થોડા દિવસ પહેલા હુમલાખોરના સ્વજન દાખલ કર્યા હતા ત્યારે મનદુઃખ થયું હતું. આથી ગત રાત્રે દર્દીના સ્વજનો દોડી આવ્યા હતા અને હુમલો કર્યો હતો.

 

(10:00 pm IST)