Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજે 41 મોત સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે 67 પૈકી 9 કોવીડ ડેથ:

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 1223 બેડ ઉપલ

રાજકોટ: શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ 41નો ભોગ લીધો છે . છેલ્લા કેટલાક દિવસ બાદ મૃત્યુ આંકનો ગ્રાફ નીચે આવતા લોકોએ રાહતનો શ્વાસ લોધો છે.
આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .8નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.9સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના 41 દર્દીઓના મોત નિપજ્યા હતા .
ગઇકાલે 67 પૈકી 9 મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.
શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 1223 બેડ ઉપલબ્ધ છે.
 નોંધનીય છે કે,  શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગતા  શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે . કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે . જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય .

(11:32 am IST)