Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ધો.૧ર સાયન્સઃ ધોળકિયાના બે વિદ્યાર્થી બોર્ડ ફર્સ્ટઃ ધૈર્ય કોમ્પ્યુટર ઇજનેર બનશેઃ તો ગૌરવ ડોકટર બની દર્દીની સેવા કરશે

બન્ને ઝળહળતા તારલા માતા-પિતા સાથે ''અકિલા''ની મુલાકાતેઃ ધૈર્યની ડીસ્કવરી ચેનલની આદત કામ કરી ગઇ...: ગૌરવે સતત બે વર્ષ ટી.વી.-મોબાઇલને દૂર રાખી દિધાઃ ખેડુત પૂત્ર પોતાની માં સાથે ચર્ચા કરી મહેનતમાં લાગી જતો: ઝળહળતી સફળતા બદલ વાલીઓનો આભાર માનતા કૃષ્ણકાંત ધોળકિયાઃ જીતુભાઇ ધોળકિયા

ધોળકિયા સ્કુલના બે વિદ્યાર્થી આજે બોર્ડ ફર્સ્ટ આવ્યા છે, પોતાના માતા-પિતા તથા સ્કુલના ટ્રસ્ટી શ્રી જીતુભાઇ ધોળકિયા સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી.(

રાજકોટ તા. ૯ : આજ રોજ જાહેર થયેલ ધો. ૧ર (Sci)ના  Board-Gujcet Result માં ૯૯.૯૯ PRસાથે બોર્ડ ફર્સ્ટ આવેલા રૂપાલા ધૈર્ય દિલીપભાઇ નિયમિત રીતે ડિસ્કવરી ચેનલ જોવાની ટેવ ધરાવે છે. તેમાંથી પ્રેરણા મેળવી તેઓએ ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટમાં કમ્પ્યુટર ICT એન્જિનીયર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું.

ગ્રેજયુએટ હાઉસ વાઇફ માતા રશ્મીબેન અને ગ્રેજયુએટ બિઝનેસમેન પિતા દિલીપભાઇના એકમાત્ર સંતાન ધૈર્ય તેની શૈક્ષણિક કારકિર્દિમાં હંમેશા અવ્વલ નંબરે રહેલા છે ધૈર્ય જણાવે છે કે સ્કુલના અભ્યાસ ઉપરાંત હું દરરજ પ થી૬ કલાક ઘેર અભ્યાસ કરતો હતો. આજે ''અકિલા'' ની મુલાકાતે પોતાના સંતાન સાથે આવેલા ધૈર્યના મમ્મી રશ્મીબેન અને પપ્પા દિલીપભાઇ જણાવે છેકે પોતાનું બાળક અમારે સ્વયંશિસ્તથી અભ્યાસ કરે છે. ધૈર્યના દાદીમાની બિમારીના કારણે અમરે ઘણા કલાકો ઘરથી બહાર રહેવું પડતું હતું. તેવા સમયે તેમનો દિકરો પોતાની બધી વ્યવસ્થા જાતે કરી અને અભ્યાસમાં ધ્યાન આપતો હતો. જયારે ધો. ૧૧ પુરૂ થયું ત્યારે થોડા દિવસ અમુક બાબતો અઘરી લાગતી હતી પરંતુ શાળાના શિક્ષકોએ તેની સાથે રહી તેનો આત્મવિશ્વાસ વધારી તેને અભ્યાસમાં રસ અને રૂચિ વધારી અમારે કયારેય તેને ભણવા બાબત કોઇ જ સુચના આપવી પડતી નહોતી.તેને ધો. ૧૦ માં પણ ૯૯.૯૯ ઉચ્ હતા  ધૈયને વાંચતી વખતે ઘરનો કે આજુબાજુનો કોઇ અવાજ ખલેલ પહોંચાડતો ન હતો અને ખુબ એકાગ્રતાથી અભ્યાસ કરવાની ટેવ હતી. એકમાત્ર ધોળકિયા સ્કુલમાં શિક્ષણ મેળવવાનું અને ઘેર નિયમિત અભ્યાસ કરવાનું તે રીતે માત્ર સ્કુલ ઉપર ભરોસો રાખવાથી આજે આ પરિણામ આવ્યું છે Gujcet માં કેમેસ્ટ્રી અને મેથ્સમાં તેન ૪૦ માંથી ૪૦ ગુણ તેમજ JEE Main માં ૯૯.૬૬ PR આવ્યા છે. સંપૂર્ણ માર્ગદર્શન શાળા દ્વારા અપાયું તે સફળતા ગણાવી હતી.

આ સાથે પોતાના જુનિયર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રૂપાલા ધૈર્ય જણાવે છે. કે શાળામાં અભ્યાસ કરતી વખતે દરેક બાબતો એકગ્રતાથી સમાજવાની-લખવાની અને ઘેર જઇને તેનું રિવિઝન કરવાની ટેવ પાડશો તો તમને પણ ખૂબ સારી સફળતા મળશે તેવી શુભેચ્છા પાઠવું છું.

આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકિયા અને શ્રી જીતુભાઇ ધોળકિયાએ વાલીઓનો આભાર માનતા જણાવ્યું કે અમારા પાંચ દાયકાના શિક્ષણક્ષૈત્રેના અનુભવ પર વિશ્વાસ રાખી પોતાના બાળકનો હાથ અમોને સોંપનાર વાલીશ્રીઓના વિશ્વાસને કારકિર્દિ ઘડતર દ્વારા સાકાર કરવા ધોળકિયા સ્કુલ હરહંમેશ કટિબદ્ધ રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યકત કરી વિદ્યાર્થી અને વાલીગણના આભાર સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાવિયા ગૌરવ

એવું કહેવાય છે કે 'એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.' આ વિધાન આજ રોજ જાહેર થયેલા ધો ૧ર (Sci) ના Boart-Gujcet Result માં ખરા અર્થમાં સાબિત થયું બાલમંદિરથી ધો. ૧૦ સુધી ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે અભ્યાસ કરનાર વડાવિયા ગૌરવના માતા-પિતાએ વિજ્ઞાન પ્રવાહના શ્રેષ્ઠ શિક્ષણ માટે સમગ્ર ગુજરાતની સર્વ શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા ધોળકિયા સ્કુલ ઉપર પસંદગી ઉતારી, પાલીતાણા તાલુકામાં અંગ્રેજી શિક્ષક તરીકે કાર્યરત પિતા શ્રી બચુભાઇ અને જિલ્લા પંચાયત કર્મચારી માતા કિર્તિબેનના એકમાત્ર સંતાન ગૌરવને ભણાવવા માટે માતા અને દિકરો બન્ને રાજકોટમાં રહ્યા. બે વર્ષ સધી માતાએ પડછાયાની જેમ સાથે રહી બાળકના શ્રેષ્ઠ અભ્યાસને સહારો અને સધિયારો આપ્યો.

વડાવિયા ગૌરવ માત્ર ધોળકિયા સ્કુલમાંથી જ અપાતા શિક્ષણ દ્વારાથી આ સફળતા સુધી પહોંચ્યો છે તેનું રહસ્ય જણાવતા પિતા બચુભાઇ જણાવે છેકે હું ખેડૂતનો દિકરો છું મને એટલી ખબર પડે છેકે વીસ-વીસ ફુટના પાંચ કુવા બનાવું અને શકિતનો વ્યય કરૃં તેના બદલે સૌફુટનો એક કુવો કરું અને શકિતને કેન્દ્રિત કરૃં તો પાણી રૂપી સફળતા મળે જ માત્રને માત્ર ધોળકિયા સ્કુલ દ્વારા અપાતા સાહિત્ય અને શિક્ષણ ઉપર જ અમોએ આધાર રાખ્યો છે તેના કારણે આ સફળતા મળી છે.

ગૌરવ જણાવે છેકે તેઓ બે વર્ષ સુધી ટી.વી.અને મોબાઇલથી દૂર રહ્યા હતા શાળાના કલાકો સિવાય દરરોજ ૬ થી ૮ કલાકની લખીને મહેનત કરી હતી. ગુજરાત બોર્ડના પાઠય પુસ્તકો તેમજ NCERT ના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમ્યાન કોઇ વાર નાની નિષ્ફળતા મળે ત્યારે મમ્મી સાથે ચર્ચા કરી ફરી આત્મવિશ્વાસ મેળવી હું મહેનતમાં લાગી જતો ધોળકિયા સ્કુલના શિક્ષકો દ્વારા મને નિયમિત કાઉન્સેલિંગ મળતું તેના કારણે મારી તમામ ડિફિકલ્ટી સોલ્વ થઇ જતી અને હું આગળના અભ્યાસ માટે તૈયાર રહેતો.

(3:52 pm IST)