Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

મુસાફરોની સુરક્ષા માટે રિક્ષાચાલકોએ ફરજીયાત સીટ પાછળ માહિતી લખવી

પોલીસ કમિશનરનો આદેશઃ સફેદ પ્લેટમાં વાહન નંબર, ચાલકનું નામ, સરનામુ, ફોન નંબર, પોલીસ કન્ટ્રોલના નંબર લખવા પડશેઃ ૧૧મીથી ઝુંબેશનો પ્રારંભઃ નિયમનું પાલન ન કરનારા સામે ગુનો નોંધાશે

રાજકોટ તા. ૯: શહેરમાં મુસાફરોની સલામતી માટે પોલીસ દ્વારા નિર્ભય સવારીના સૂત્ર હેઠળ શહેરમાં દોડતી ઓટો રીક્ષાઓમાં ચાલની સઘળી વિગતોની પ્લેટ લગાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જેની તા. ૧૧મીથી ઝુંબેશ શરૂ કરાશે.શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરની તમામ રીક્ષાઓમાં ચાલકની સીટ પાછળ પતરાનું કે એક્રેલીકના સફેદ બોર્ડ પર લાલ રંગનાં અક્ષરોમાં રિક્ષા નંબર, ચાલકનું નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ આયાતકાલીન નંબર અને પોલીસ કંટ્રોલ રૂમનાં નંબર મુસાફરોને વંચાઇ તે રીતે પ્લેટ લગાડવા અંગેનું જાહેરનામું બહાર પાડયું છે. આવી પ્લેટ નહીં લગાવનાર ઓટો રીક્ષા ચાલકો વિરૂધ્ધ તા. ૧૧મીથી પોલીસ દ્વારા ઝુંબેશ શરૂ કરાશે. આવી પ્લેટ નહીં લગાવનાર રીક્ષા ચાલક વિરૂધ્ધ જી.પી. એકટની કલમ-૧૩પ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે અને દંડ તેમજ રીક્ષા પણ ડીટેઇન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

(3:39 pm IST)