Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી કેશોદનો રાજેન્દ્ર દારૂની ૭૮ બોટલ સાથે ઝડપાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી બી-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.વી.જે. ફર્નાન્ડીઝના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.કે. ઝાલા, એ.એસ. આઇ. કે.યુ.વાળા, હેડ કોન્સ. ખોડુભા, ધર્મરાજસિંહ, અમૃતભાઇ, જયંતીલાલ અને જયદીપસિંહ સહિત પેટ્રોલીંગ હતા. ત્યારે પીએસઆઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ. ખોડુભા અને ધર્મરાજસિંહને મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી  કેશોદમાં સરદારનગર સોસાયટીમાં રહેતો રાજેન્દ્ર જેઠાભાઇ દયાતર (ઉ.વ.૪૦) ને રૂ. રપ,ર૦૦ની કિંમતની દારૂની ૭૮ બોટલ સાથે પકડી લીધો હતો.

(1:04 pm IST)