Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

નવું ટ્રેકટર ખરીદી ઘરે આવતા'તા ને રોડ નીચે ઉતરી ગયું : અમરેલીના પટેલ યુવાનનું મોત

માચીયાળા પાસે બનાવ : રાજેશભાઇ રામાણીનું રાજકોટમાં મોત : તેના પિત્રાઇ ભરતભાઇ સારવાર હેઠળ

રાજકોટ, તા. ૯ :  નવું ટ્રેકટર લઇને અમરેલી જતી વખતે માચીવાળા ગામ પાસે મીની ટ્રેકટર રોડ નીચે ઉતરી જતા બે પટેલ યુવાનને ઇજા થઇ હતી. જેમાં એકનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ અમરેલીના રામાણીનગર શેરી નં. ૧માં રહેતા રાજેશભાઇ ગનુભાઇ રામાણી (ઉ.વ.૪પ) ગઇકાલે તેના કાકાના દીકરા ભરતભાઇ રામાણી સાથે માચીયાળા ગામ પાસે ટ્રેકટર લેવા ગયા હતા. અને ત્યાંથી નવમીની ટ્રેકટર લઇને બંને અમરેલી આવતા હતા.  ત્યારે માચીયાળા ગામ નજીક નવા બાયપાસ રોડ પર ટ્રેકટર રોડ નીચે ઉરી જતા ટ્રેકટર પલ્ટી જતા બંનેને ઇજા થઇ હતી. બાદ બંનેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં રાજેશભાઇ રામાણીનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મૃતક રાજેશભાઇ ત્રણ ભાઇનાં મોટા હતા. તેને સંતાનમાં બે પુત્ર છે. જયારે કાકાના દિકરા ભરતભાઇ રામાણી સારવાર હેઠળ છે. આ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રાજેશભાઇ સોલંકીએ પ્રાથમિક કાગળો કરી અમરેલી મોકલ્યા છે.

(11:38 am IST)