Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

કચરામાંથી વિજળી કેમ ઉત્પન્ન કરશુ ? સ્ટેન્ડીંગના ૪ ચેરમેનો અભ્યાસાર્થે સિંગાપોર જશે

નાકરાવાડીના ''વેસ્ટ ટુ એન્ડ એનર્જી'' પ્લાન્ટના કોન્ટ્રાકટર ટેન્ડરની શરત મુજબ અધિકારી અને પદાધિકારીઓના આ વિદેશ પ્રવાસનો ખર્ચ ઉપાડશે

રાજકોટ તા. ૯ : મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરમાંથી ઉત્પન્ન થતા કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ નાકરાવાડી ડમ્પીંગ યાર્ડમાં કાર્યરત કરવામાં આવનાર છે. આ પ્લાન્ટના અભ્યાસઅર્થે ૩ પૂર્વ અને ૧ વર્તમાન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સહીત ૭ વ્યકિતઓની કમીટી શીંગાપોરના વિદેશ પ્રવાસે જશે.

આ અંગે વિસ્તૃત માહીતી આપતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નિયમો મુજબ રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરની ભાગોળે નાકરાવાડી ખાતે કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવાનો 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટનું નિર્માણ થઇ રહ્યું છે.

આ કામનો કોન્ટ્રાકટ બિલ્જીયમની કેમ્પસેગર્સ એબલોનના સંયુકત સાહસની કંપનીને અપાયો છે.

આ કોન્ટ્રાકટમાં થયેલ શરત મુજબ ઉકત કંપની દ્વારા શીંગાપુરમાં નિર્માણ કરેલ વેસ્ટ ૩  અને એનર્જી પ્લાન્ટનું નિરિક્ષણ મ્યુ.કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓને કંપની તેના ખર્ચે કરાવશે.

પુષ્કરભાઇએ વધુમાં જણાવ્યું હતું કે ઉપરોકત કોન્ટ્રાકટરના ખર્ચે કશ્યપભાઇ શુકલ, કમલેશભાઇ મીરાણી અને ઉદયભાઇ કાનગડ આ ત્રણેય સીનીયર કોર્પોરેટરો ત્થા પૂર્વે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને વર્તમાન સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ વગેરે પદાધિકારીઓ તથા ડે.કમિશનર ચેતનભાઇ નંદાણી, પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર ડે.ઇજનેર અંબેશ દવે વગેરે સહીત કુલ ૭ સભ્યોની કમીટી શીંગાપુરના વિદેશ પ્રવાસ જશે.

ઉપરોકત ૭ સભ્યોની કમીટી શીંગાપુરમાં સ્થીત કચરામાંથી વિજળી ઉત્પન્ન કરતા પ્લાન્ટનું નિરિક્ષણ કરનારે છે.

(4:14 pm IST)