Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ઇન્ડીયન લાયોનેસનું રાજકોટમાં મળી ગયેલ રાષ્ટ્રીય અધિવેશન

રાજકોટ : ઈન્ડિયન લાયોનેસનું પ્રથમ રાષ્ટ્રીય અધિવેશન રાજકોટ નજીક બી. જે. ગરૈયા શૈક્ષણિક સંકુલમાં ઈન્ડિયન લાયન્સના નેશનલ ચેરમેન હિતેષભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયુ હતુ. કટાર લેખક જય વસાવડા, મહિલા ઉપયોગી સામાજિક કાર્યકર્તા રૂઝાન ખંભાતા તેમજ ઈન્ડિયન લાયન્સના સ્થાપક ચેરમેન કૌશિકભાઈ બુમિયા, નેશનલ વાઈસ ચેરમેન શ્રીમતી આશાબેન પંડયા, શ્રીમતી દર્શનાબેન ભટ્ટ, શ્રીમતી નિરુપમાબેન વાગડિયા, શ્રીમતી જયોતિબેન પંચોલી, અજયભાઈ ભટ્ટ, શ્રીમતી અંજનાબેન નાયક, ધીમંતભાઈ શેઠ, સુભાષભાઈ પંચોલી, વનરાજભાઈ ગરૈયા, કૌશિકભાઈ ટાંક સહિતનાએ દિપ પ્રાગટ્ય કરી અધિવેશન ખુલ્લુ મૂકયું હતું. જય વસાવડાએ નારીનું મહત્વ અને નારી શકિત વિશે સુંદર દૃષ્ટાંતો આપી 'નારી તું નારાયણી' કહેવતને યથાર્થ સમજાવી હતી. મહિલા સશકિતકરણ માટે કાર્યકર્તા શ્રી રૂઝાન ખંભાતાએ પણ હળવી અને સરળ શૈલીમાં નારીએ 'સ્વ'નો વિચાર કરી 'સ્વંય થી સર્વને કેમ પામવું' તેની સુંદર છણાવટ કરી હતી. અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી ઈન્ડિયન લાયોનેસની ૧૫થી વધુ તેમજ ઈન્ડિયન લાયન્સની ૧૨ થી વધુ કલબના સભ્યો હાજર રહ્યાં હતાં અને ઉત્સાહપૂર્વક વિચાર ગોષ્ઠી અને વિવિધ રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યાં હતાં.

(4:09 pm IST)