Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

આઇપીએલ ઉપર ક્રિકેટ સટ્ટોઃ જુદા-જુદા બે દરોડામાં ક્રાઇમ બ્રાંચે ૭ને ઝડપી લીધા

રાજકોટ, તા., ૯: ગઇ રાત્રે ક્રાઇમ બ્રાન્ચે જુદા જુદા બે દરોડામાં રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધ કિંગ્સ ઇલેવન પંજાબની મેચ ઉપર ક્રિકેટનો જુગાર રમાડી રહેલા ૭ ને ઝડપી લીધા હતા.

એએસઆઇ વિજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પ્રથમ દરોડો રાત્રે સવા નવ વાગ્યે બાબરીયા કોલોની શેરી નં. ૪માં પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી સિકંદર ઉર્ફે સિકલો ઇકબાલ ઠાસરીયા (ઉ.વ.ર૧) (રહે. બાબરીયા કોલોની શેરીનં. ૪) અને તેના ભાઇ આરીફ ઇકબાલભાઇ ઠાસરીયા (ઉ.વ.ર૬) ને ટીવી પર ચાલતા મેચ પર મોબાઇલના માધ્યમથી જુગાર રમાડતા ઝડપી લીધા હતા. સ્થળ પરથી એક ટીવી, એક સેટઅપ બોક્ષ, ૬ મોબાઇલ, સોદા લખેલ એક ચોપડો, બોલપેન, રોકડા રૂ. ૩પ૦૦ મળી ૩પ,પ૦૦ નો મુદામાલ કબ્જે લઇ ધરપકડ કરવામાં આવી હતી.

આવી જ રીતે બીજો દરોડો પીએસઆઇ કે.કે.જાડેજાની બાતમીના આધારે સાધુ વાસવાણી રોડ, ક્રિષ્ના પાર્ક શેરી નં. ૧ માં અલ્પેશ નટુભાઇ ઝાલાવડીયાના રહેણાંક મકાનમાં પાડવામાં આવ્યો હતો. આ જગ્યાએ ઉપરની માફક જ ક્રિકેટ મેચ પર જુગાર ચાલતો હતો. સ્થળ પરથી ટીવી, ૪ મોબાઇલ સહીતના ૪૬,રપપ ના મુદામાલ સાથે અલ્પેશ નટુભાઇ ઝાલાવડીયા, સાગર રમણીકભાઇ પટેલ, રવી વેકરીયા, અર્જુનસિંહ જાડેજા અને રાજુ ભરવાડ (રહે. પડધરી) ને ઝડપી લેવાયા હતા.

(3:54 pm IST)