Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાજકોટમાં ૮ જૈન મહાસતીજીને કોરોના પોઝિટિવ: જૈન સમાજમાં ચિંતાની લાગણી

રાજકોટમાં ૮ જૈન મહાસતીજીને કોરોના પોઝિટિવ આવતા જૈન સમાજમાં ચિંતાની લાગણી ફેલાઈ છે

રાજકોટ દિવાનપરાસંઘાણી ઉપાશ્રયમાં બીરાજમાન પૂ.જયશ્રીજી મ.સ.આદિ ઠાણા ત્રણને કોરોના પોઝિટિવ આવેલ છે.

પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.ચંદનજી મ.સ. પૂ.કુસુમજી મ.સ. પૂ.મૈત્રીજી મ.સ.તથા પૂરમિતાજી મ.સ.ને કોરોના ડિટેકટ થયેલ છે.

પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.આજ્ઞાનુવર્તી તપસ્વી પૂ.પદમાજી મ.સ. રાજઊંટ કોરોનાગ્રસ્ત થયેલ છે.હાલ તમામ પુ.મહાસતીજી ઉપાશ્રયોમાં કવોરન્ટાઈન થયેલ છે.

 

(12:37 am IST)
  • રાજકોટ શહેર - જિલ્લા પર કોરોના જાણે રાઘવાયો થયો હોય તેમ આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 340 અને ગ્રામ્યના 70 કેસ સાથે કુલ 410 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકોમાં ફફડાટ access_time 7:47 pm IST

  • ઇંગ્લેન્ડ : એડિનબર્ગના ડ્યુક, પ્રિન્સ ફિલિપ, જેમણે 73 વર્ષ પહેલા રાણી એલિઝાબેથ સાથે લગ્ન કર્યા હતા, તેમનું આજે સવારે વિન્ડસર કેસલ ખાતે નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. ઇંગ્લેન્ડમાં માતમ છવાયો access_time 4:58 pm IST

  • પાવાગઢ મંદિર બંધ રહેશે : પંચમહાલ જીલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતેનું મહાકાળી મંદિર ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રાળુઓ માટે બંધ રહેર્શે access_time 3:56 pm IST