Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

પશ્ચિમ રેલ્વે રાજકોટ ડીવીઝન હેઠળના તમામ સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ ટિકીટ વેચાણ પર પ્રતિબંધ

મુસાફરોને જરૂરી હોય તો જ મુસાફરી કરવા રેલ્વે તંત્રની અપીલ

રાજકોટ : પશ્ચિમ રેલ્વે રાજકોટ ડીવીઝનના વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક અભિનવ જેફએ એક પરિપત્ર જારી કરીને રાજકોટ ડીવીઝન હેઠળ આવતા તમામ રેલવે સ્ટેશનો ઉપરથી પ્લેટફોર્મ ટિકીટ વેચાણ સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.

રાજકોટ ડીવીઝનના અભિનવે જેફએ જણાવેલ છે કે કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર બહુ ભીડ ન થાય તે માટે રાજકોટ ડીવીઝન હેઠળના તમામ રેલ્વે સ્ટેશનો પરથી પ્લેટફોર્મ ટિકીટ વેચાણ પર પ્રતિબંધ ફરમાવેલ છે. ફકત મુસાફરી કરનાર ટિકીટ ધારકને જ રેલ્વે પ્લેટફોર્મ પર પ્રવેશ અપાશે.

રાજકોટ રેલ્વે દ્વારા મુસાફરોને જરૂરી કિસ્સામાં જ મુસાફરી કરવા સાથે માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની અપીલ કરી રેલ્વે દ્વારા સુચિત નિયમોનું પાલન કરવા પણ અપીલ કરાઇ છે.

(9:10 pm IST)