Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કલેકટર કચેરી ખાતે પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઇનું નિયમ મુજબ મેડીકલ સ્ક્રીનીંગ

રાજકોટ : આજે રાજકોટમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર બેઠક માટે વિજયભાઇ કલેકટર કચેરીએ પહોંચ્યા ત્યારે તેઓનું નિયમ મુજબ ટેમ્પરેચર ચેકીંગ સહિતનું મેડીકલ સ્ક્રીનીંગ થયુ હતું. આ તકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર સહિતના નેતાઓ ટેમ્પરેચર ગન દ્વારા તાપમાન મપાવ્યા વગર જ કલેકટર કચેરીમાં  પ્રવેશ કર્યા હતો. તેવી ચર્ચા જાગી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:15 pm IST)