Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

તંત્રને દોડતુ રાખો...કોરોના કાબુમાં લ્યો..: ઈમરજન્સી બેઠક યોજતા મુખ્યમંત્રી વિજયભાઈ

રાજકોટઃ શહેરમાં કોરોનાની સ્થિતિ પર કાબુ મેળવવા માટે આજે બપોરે કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈમરજન્સી બેઠક શરૂ કરી તે વખતની તસ્વીરમાં સરકારના ખાસ અધિકારી જેન્તી રવિ, ડો. રાહુલ ગુપ્તા તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મેયર પ્રદીપ ડવ, કલેકટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ નજરે પડે છે. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ , મેયરશ્રી, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ,  મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ , જિલ્લા કલેકટરશ્રી,મ્યુનિસિપલ કમિશનર શ્રી, શહેર પોલીસ કમિશનરશ્રી,  જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:13 pm IST)