Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

હાશ... વર્ષો પછી... મ.ન.પા.ની લોબીનાં તાળા ખૂલ્યાઃ અરજદારોને રાહત

રાજકોટ : મ.ન.પા.નાં કોંગ્રેસ કાર્યાલય પાસેની લોબીમાં છેલ્લા ૬ થી ૭ વર્ષથી તાળા લગાવી દેવાયેલ. જે તે વખતે ટોળાઓ દ્વારા થતી નુકશાનીનું બહાનુધરી આ તાળા લગાવી દેવાયેલ.

દરમિયાન હવે કોંગ્રેસ કાર્યાલય બંધ છે. માત્ર ૪ કોર્પોરેટરો જ છે. ત્યારે વર્ષો પછી આ લોબીનાં તાળા ખોલી નંખાતાં. અરજદારોને રાહત થઇ છે. જે તસ્વીરમાં દર્શાય છે.

(4:13 pm IST)
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યુ છે કે દેશમાં કોરોના વેકસીનની કોઈ શોર્ટેજ નથી : રેલ્વે બોર્ડના ચેરમેને કહ્યું છે કે ખૂબ મોટી સંખ્યામાં મુસાફરોની આવ-જા થતી હોય તેમની પાસે કોરોના નેગેટીવ સર્ટીફીકેટ માંગવાની પોઝીશનમાં અમે નથી access_time 3:55 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા : રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,44,829 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,32,02,783 :એક્ટિવ કેસ 10,40,993 થયા વધુ 77,199 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19, 87, 940 થયા :વધુ 773 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,68,467 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 58,993 નવા કેસ નોંધાયા access_time 1:07 am IST

  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST