Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સાથી હાથ બઢાના : કોરોનાના દર્દી કે મેડીકલ સ્ટાફ માટે કન્વેશનલ હોલ અને અધ્યાપક કુટીર ફાળવવા તૈયારી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાણી દ્વારા ચાલતો વાર્તાલાપ

રાજકોટ, તા. ૯ : રાજકોટમાં કોરોનાની દિન પ્રતિદિન વિકટ બનતી સ્થિતિના રાજય સરકાર તમામ ક્ષેત્રે પગલા ભરી રહી છે. કોર્પોરેશનના હોલને પણ હોસ્પિટલ ક્ષેત્રે બદલાવ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીએ પણ સહાય અને સહયોગ આપવા પહેલ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ કોવિડની સ્થિતિમાં અંશત લોકડાઉન જેવું છે. આ સંજોગોમાં ૩૦થી વધુ શૈક્ષણિક ભવનો બંધ છે ત્યારે કન્વેશનલ હોલ અને અધ્યાપક કુટીર કોવિડ-૧૯ના દર્દીઓ માટે કે અન્ય મેડીકલ પેરામેડીકલ સ્ટાફ માટે ફાળવવા વિચાર ચાલી રહ્યો છે.

આ અંગે કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણીએ સરકારના જવાબદાર અધિકારીઓ સાથે હાલ અધ્યાપક કુટીર અને કન્વેશનલ હોલ તેમજ ગેસ્ટ હાઉસસ ફાળવવા વાર્તાલાપ ચલાવવા આવી રહ્યો છે. ટૂંક સમયમાં ઓકિસજન પાઈપ લાઈન તેમજ અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી હાથ ધરાશે.

(4:12 pm IST)