Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રૈયા ગામમાંથી અંકીત ઉર્ફે અંકીજ દારૂની પ૩ બોટલ સાથે પકડાયો

રાજકોટ તા. ૯: શહેરના રૈયા ગામમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને દારૂની પ૩ બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયા ગામમાં એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઉભો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ તથા જેન્તીગીરી ગૌસ્વામીને બાતમી મળતા પી.આઇ. એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, મહેન્દ્રસિંહ, હરપાલસિંહ, યુવરાજસિંહ, બ્રીજરાજસિંહ, બળભદ્રસિંહ સહિતે રૈયા ગામમાં દરોડો પાડી અંકીત ઉર્ફે અંકીજ રાજુભાઇ બ્લોચ (ઉ.વ. ર૩) (રહે. રૈયા ગામ સ્મશાન પાસે) ને રૂ. ૧પ,૯૦૦ની કિંમતની દારૂની પ૩ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:02 pm IST)