Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોના મહામારીમાં કોવીડના દર્દીના ઓપરેશનને પ્રાથમીકતા આપતા જાણીતા સર્જન ડો.નિલેશ નિમાવત

કોરોનામાં ફીઝીશ્યનો સતત કાર્યરત છે ત્યારે જાણીતા જનરલ સર્જનની અનોખી પહેલ : રાજકોટની વિદ્યાનગર રોડ સ્થીત દેવ સર્જીકલ હોસ્પીટલમાં કોવીડ સેન્ટરના ડો.નિમાવતનો સેવાયજ્ઞ

રાજકોટ, તા., ૯: હાલ સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. રાજકોટ સહીત ગુજરાતના મહાનગરોમાં દર્દીઓ ટેસ્ટીંગ, રીપોર્ટ, રેમડીસીવીર ઇન્જેકશન, બેડ, દવા માટે ભારે રઝળપાટ કરે છે. દરરોજ કોરોના પોઝીટીવ કેસનો આંક આંચકારૂપ વધે છે. દેવદુત સમાન તબીબો અને મેડીકલ સ્ટાફ દિવસ-રાત કામ કરી રહયા છે.

તમામ ફીઝીશ્યનો ૧ર થી ૧૬ કલાક સતત ફરજ બજાવે છે. આ સંજોગોમાં રાજકોટ શહેરમાં નોન કોવીડ દર્દીની સર્જરી પણ સાવ ઓછી થઇ રહી છે. ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રના જાણીતા સેવાભાવી જનરલ સર્જન દેવ મલ્ટી હોસ્પીટલના ડાયરેકટર ડો.નિલેશ નિમાવતે કોરોના કાળના કપરા સમયમાં સામે ચાલીને કોવીડ-૧૯ના દર્દીઓ માટે સર્જરી કરવા આગળ આવ્યા છે. કોવીડ-૧૯ સરકારના આદેશ અને માર્ગદર્શન મુજબ સૌરાષ્ટ્રની એક માત્ર દેવ મલ્ટી સર્જીકલ કાર્યરત છે.

છેલ્લા અઢી દાયકાનો વિવિધ પ્રકારની જટીલ સર્જરીનો બહોળો અનુભવ ધરાવતા જાણીતા જનરલ સર્જન ડો.નિલેશ નિમાવતે કોરોના મહામારીમાં દેવ કોવીડ તથા સર્જીકલ હોસ્પીટલ સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની છે. જેમાં હાલના સંજોગોને ધ્યાનમાં રાખી દરેક પ્રકારના ઓપરેશન તથા કોવીડ-૧૯ના દર્દીઓની સારવાર તેઓ તેમની નિષ્ણાંત મેડીકલ ટીમ કરી રહી છે. તેઓ નિયમીત ઓપરેશન અને ઓપીડી ઉપર સેવા બજાવી રહયા છે. કોવીડમાં સર્જરીની જરૂરીયાત હોય તો ડો.નિલેશ નિમાવત પ્રાથમીકતા આપશે.

સેવાવ્રતધારી અને તબીબી ક્ષેત્રે અનોખી પ્રતિભા ડો.નિલેશ નિમાવત કરે છે કે કોવીડ-૧૯ મહામારીમાં તબીબો માટે સેવાની અમુલ્ય તક છે. સરકાર સાથે ફરજના ભાગ રૂપે ડોકટરો ધર્મ બજાવવા સેન્ટર ચાલુ કર્યુ છે. દેવ હોસ્પીટલ સ્થિત કોવીડ સેન્ટરમાં અગાઉ સેંકડો દર્દીઓએ સારવાર લઇ ફરી તંદુરસ્ત જીવન જીવી રહયા છે. હાલ દર્દી ૪ કે પ દિવસમાં સ્વસ્થ થતા તેઓને રજા આપી અન્ય દર્દીઓને બેડ ફાળવી આપવામાં આવે છે.

અંતમાં ડો. નિલેશ નિમાવતે રસીકરણ ઉપર ભાર મુકી લોકોએ માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા ઉપર તેમજ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા અપીલ કરી છે.

ડો.નિલેશ નિમાવત

એમ.એસ. સર્જન, રાજકોટ.

મો.૯૨૬૫૧ ૮૨૮૨૪

(4:00 pm IST)
  • સતત વધતા જતા કોરોના વ્યાપ વચ્ચે :રાજકોટની સિવિલ હોસ્પિટલ માટે આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે વધારાનું મશીન ફાળવતા વિજયભાઈ :બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીઍ કરેલી મહત્વની જાહેરાત access_time 4:32 pm IST

  • દિલ્હીની ગંગારામ હોસ્પિટલના ૩૭ ડોકટરોને કોરોના પોઝીટીવ આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હોસ્પિટલના ચેરમેન ડો.રાણાને તાકીદે બોલાવ્યા છે access_time 3:55 pm IST

  • નક્સલીઓ સાથે ભયંકર અથડામણ દરમિયાન નક્સલીઓ એક જવાનને બાન પકડીને લઈ ગયા હતા. તેની લોકો સમક્ષ જે બેઇજ્જતી કરવામાં આવી, તે વિડિઓ કલીપ એબીપી ન્યુઝના એડિટર પંકજ ઝાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કરી છે. આવા નકસળીઓ માટે કોઈ શબ્દો વાપરવા એ પણ ઉચિત નથી લાગતું access_time 11:46 pm IST