Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

શ્રી પંચનાથ હોસ્પિટલમાં સર્જરી વિભાગ શરૂ : ન્યુરો ફિઝિશ્યન, કાર્ડીઓલોજિસ્ટ, સ્પાઈનલ સર્જન, રૂમેટોલોજિસ્ટ, પિડિયાટ્રિક તથા જનરલ સર્જનની નિમણુંક

ડો. કૌમિલ કોઠારી, ડો. ડેનીશ રોજીવાડીયા, ડો. હિમાંશુ પરમાર, ડો. ઇશિતા શાહ, ડો. મહિપાલ ચૌહાણ, ડો. સેતુ લાડાણી સેવા આપશે : સુગરની તપાસ માત્ર રૂ.૧૦માં

રાજકોટ : વર્તમાનની નરી વાસ્તવિકતા એ છે કે તાજેતરના ફાગણ ચૈત્ર માસમાં સહન ન થઇ શકે તેવા તાપમાનમાં મહદ્દ અંશે ઠંડક આપે તેવી નાના માણસોની કસ્તૂરી સ્વરૂપ કેન્ડી (કુલ્ફી) પણ રૂ. ૧૦ મા મળી શકતી નથી જયારે વર્તમાનમાં પંચનાથ હોસ્પિટલમાં રૂ. ૧૦ મા લોહીમા રહેલી સુગરની માત્રા જાણી શકાય છે તેમજ જયારથી શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ તરફથી આરોગ્ય સેવાનો પ્રારંભ થયો એટલે કે તા. ૦૨/૦૩/૨૦૦૩ (છેલ્લા ૧૮ વર્ષ) થી રૂ. ૧૦ મા તાવ, શરદી, ઉધરસ, મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, જેવા રોગોનુ નિદાન કરતાની સાથે જ તેની દવા ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે તે પરંપરાગત પ્રણાલિકા આજ સુધી જાળવી રાખીને જરૂરતમંદોને શકય તેટલી સહાયરૂપ થવાના પ્રયાસો સફળ રહ્યા છે.

 

(૨) ડો. કૌમિલ કોઠારી (ન્યુરો ફીઝીશીયન) જેઓ ૨૦૧૪ ની સાલમાં મુંબઈની સાયન હોસ્પિટલમાં એમ.ડી. તરીકે તેમજ ૨૦૧૭ ની સાલમાં નાયર હોસ્પિટલ મુંબઇ ખાતેથી ડી.એમ. (ન્યુરો ગોલ્ડ મેડાલીસ્ટ) તરીકે ડીગ્રી પ્રાપ્ત કરેલ છે તેમજ બ્રીચ કેન્ડી હોસ્પિટલ મુંબઇ દ્વારા એફ.એસ.એન.વી.આઇ. (ફેલોશીપ ઇન ન્યુરો ઈન્ટરવેશન) એનાયત કરવામાં આવેલ છે તેઓ મગજના રોગો જેવાકે પક્ષદ્યાત (લકવાની અસર વારંવાર થવી તેનુ સચોટ કારણ ન મળવુ મગજની નસ બ્લોક થવી) ન્યુરો ઈન્ટરવેશન સારવાર જેમ કે  મગજની નસનુ સ્ટેન્ટિંગ મગજમાં ફુગ્ગાની  સ્પ્રીંગ  ભરાવીને સારવાર કરવી ડી.એસ.એ ની તપાસ, તાણ, આંચકી આવવી, મગજનો અસહ્ય દુઃખાવો, અપસ્માર કાંઈ યાદ ન રહેવુ, કમર અને ગરદનની નસોનો દુઃખાવો, હાથ તેમજ પગની સતત બળતરા થવી, ચક્કર આવવા, બેસી ગયા બાદ ફરી ઉભા થવામાં પરેશાની, ધ્રૂજારી, પાર્કિન્સન ડીસીઝ, હાથ પગના હલનચલનથી થતી તકલીફો જેવા રોગોની સારવાર માટે પાંચ વર્ષથી પણ વધુ અનુભવ ધરાવતા હોવાથી મગજ નસ અને કરોડરજ્જુની કોઇપણ જટિલ સમસ્યાની સારવારના નિષ્ણાંત તરીકે સારી એવી નામના પ્રાપ્ત  કરેલ છે તેઓ દર મંગળવારે  સવારે ૭ થી ૧૧ દરમ્યાન મળી શકશે.

(૨) ડો. ડેનીશ રોજીવાડીયા (હ્રદય રોગના નિષ્ણાંત) જેઓ એમ.ડી. મેડીસીનની ઉપાધિ સાથે બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ વડોદરા ખાતેથી ડી.એન.બી. કાર્ડિયોલોજી ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે તેઓ એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી, હ્રદયના અનિયમિત ધબકારા, હ્રદયના વાલ્વની તકલીફ, પેસમેકર જેવા રોગોની સારવારમાં કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્સનલ કાર્ડિયોલોજીસટ તરીકે સારી એવી નિપૂણતા પ્રાપ્ત કરેલ છે. તેઓ દર સોમ, મંગળ, ગુરૂ સવારે ૧૦ થી ૧૨ સુધી નિયમિત રીતે મળી શકે છે.

(૩) ડો. હિમાંશુ પરમાર (સ્પાઈનલ સર્જન) તેઓએ  ફેલોશીપ ઇન સ્પાઈનલ સર્જરી મુંબઇ અને જર્મનીની યુનિવર્સિટી ખાતેથી પ્રાપ્ત કરેલ છે કરોડરજ્જુની સર્જરી કરવાનો ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા હોવાથી નિષ્ણાંત તબીબ તરીકે સારી એવી નામના ધરાવે છે સ્પાઇન ડીસ્ક પ્રોબ્લેમ, સાયટીક પ્રોબ્લેમ, કરોડરજ્જુનુ ફ્રેકચર, કરોડરજ્જુમા  ઇન્ફેકશન, કરોડરજ્જુની ખોડ, ઉમરને લીધે થતી કરોડરજ્જુની સમસ્યાઓ, ન્યૂનતમ આક્રમક કરોડરજ્જુની સર્જરી, કરોડરજ્જુમાં ઇન્જેકશન દ્વારા દુખાવો મટાડવો જેવા રોગોની સારવારના નિષ્ણાંત છે. તેઓ દર સોમવારે અને બુધ વારે સાંજે ૬ થી ૭ દરમ્યાન મળી શકશે.

(૪) ડો. ઇશિતા શાહ (સંધિવાના નિષ્ણાંત) જેઓએ ૨૦૧૫ થી ૨૦૧૮ ના અભ્યાસ દરમ્યાન કોકીલાબેન અંબાણી હોસ્પિટલ મુંબઇ ખાતે થી ડી.એન.બી. મેડીસીનની ઉપાધિ તેમજ ફેલોશીપ ઇન રૂમેટોલોજી મનીપાલ હોસ્પિટલ બેંગ્લુરૂ દ્વારા પ્રાપ્ત કરેલ છે તેઓ દરેક પ્રકારના સાંધાના દુૅંખાવાઓ જેમકે હાથ પગના સાંધાઓ પર નાના કે મોટા સોજા આવવા, સોજાઓ લાલ અથવા તો ગરમ થઇ જવા, સવારે ઉઠીએ ત્યારે ૩૦ મીનીટથી વધારે સમય સુધી શરીરના સાંધાઓ કે શરીર જકડાઈ જવુ, નાની વયે કમરમાં દુઃખાવો, કમર જકડાઈ જવી, પડખું ફરતી વખતે દુઃખાવો થવો, મોઢુ સુકાય જવુ, આંખો વારંવાર લાલ થઇ જવી તથા દુુ:ખાવો થવો, શિયાળામાં આંગળીઓ સફેદ કે ભૂરા રંગની થઇ જવી, મોઢામા વારંવાર ચાંદા પડવા, તડકામાં મોઢા પર લાલ ચાંદા પડવા, ચામડી સખત થઇ જવી, મોઢુ ખોલવામા તકલીફ પડવી, લાંબા સમયથી રહેતો તાવ અથવા તો વારંવાર તાવ આવવો, લાંબા સમયથી ગાઉટની તકલીફ સોરિયાસીસની સમસ્યાઓની સારવાર કરવામા નિપૂણતા પ્રાપ્ત કરેલ છે તેઓ દર શનિવારે સવારે ૯ થી ૧૦.૩૦  સુધી નિયમિત રીતે મળી શકશે.

(૫) ડો. મહિપાલ ચૌહાણ (બાળ રોગ નિષ્ણાંત) કે જેઓ એમ.બી.બી.એસ. ડી.સી.એચ. ફેલોશીપ ઇન પીડીયાટ્રીક આઇ.સી.યુ. જેવી ઉપાધિઓ ધરાવે છે બાળકો ના રોગો જેવા કે તાવ, શરદી, ઉધરસ, મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ઝાડા-ઉલટી, કબજીયાત, વારંવાર થતો પેટનો દુુ:ખાવો, તાણ કે આંચકી આવવી, મગજમાં તાવ ચડી જવો, બાળકોને ભૂખ ન લાગવી, વજનમાં વધારો ન થવો, જેવા બાળરોગના સારવારમાં નિષ્ણાત છે તેઓ દર સોમવારે અને બુધવારે સવારે ૯ થી ૧૦.૩૦ સુધી નિયમિત રીતે મળી શકે છે.

(૬)ડો. સેતુ લાડાણી (જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન) કે જેઓએ ૨૦૧૫ ની સાલમાં જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ બેલગામ ખાતેથી એમ.એસ. ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે જનરલ અને લેપ્રોસ્કોપી સર્જરી નો ૩ વર્ષથી પણ વધુ સમયથી અનુભવ ધરાવે છે તેઓ હરસ, ચાંદા, મસા, કપાસી, ભગંદર, સારણગાંઠ, ગુમડા, એપેન્ડિકસ, યુરીનમા લોહી, સ્વાદપિંડુ કે લીવરમાં ઈન્ફેકશન, છાતીની (બ્રેસ્ટ) તેમજ બગલની ગાંઠ, હાથ તેમજ પગની નસોનો વધારો, પેટના તમામ પ્રકારના રોગો, પિતની થેલી, તથા કીડનીની પથરીની સારવારના નિષ્ણાંત છે તેઓ દર શનિવારે બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ સુધી નિયમિત રીતે મળી શકશે. ઉપરોકત દરેક નિષ્ણાંત તબીબોનો કન્સલ્ટેશન ચાર્જ માત્ર રૂ. ૫૦ રાખવામા આવેલ છે.

શ્રી પંચનાથ હોસ્પિટલનો આધુનિક સભર ભવનમાં મંગલમય પ્રારંભ થયા બાદ લોકો તરફથી દિન પ્રતિદિન પ્રચંડ પ્રતિસાદ મળી રહયો છે તેમજ તાલીમબધ્ધ કર્મચારીઓ વિનયી અને વિવેકી વ્યવહાર દ્વારા દરેક લોકોને સચોટ નિદાન અને ઝડપી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવાન પ્રમુખ દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખશ્રી ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી શ્રી તનસુખભાઇ ઓઝા, ટ્રસ્ટીશ્રીઓ વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, મયૂરભાઇ શાહ, ડી.વી. મહેતા, નિરજભાઇ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, ડો. લલિતભાઈ ત્રિવેદી, મનુભાઇ પટેલ જેવા સેવાભાવી આગેવાનો સૌરાષ્ટ્ર અને કચ્છની કદરદાન અને ધર્મપ્રેમી જનતાને સચોટ નિદાન અને ઝડપી સારવાર મળી શકે તે ઉદેશથી સતત પ્રયત્નશીલ રહ્યા છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજ ચગ (મો. ૯૮૭૯૫૭૦૮૭૮), ઓ.પી.ડી. વિભાગ માટે શ્રીમતી બીનાબેન છાંયા (પ્રથમ માળે), સર્જરી વિભાગ માટે શ્રીમતી ધૃતિબેન ધડુક નો (ત્રીજા માળે) અથવા તો હોસ્પિટલના લેન્ડલાઈન નંબર ૦૨૮૧-૨૨૨૩૨૪૯ / ૦૨૮૧-૨૨૩૧૨૧૫ પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામા આવેલ છે.

(3:59 pm IST)
  • આવું આપણા દેશમાં પણ થવું જોઈએ કે નહીં?? : નોર્વે દેશના ના વડાપ્રધાન એર્ના સોલબર્ગને કોવિડ19 પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા અને જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો access_time 6:06 pm IST

  • અત્યંત ભયજનક સ્થિતિમાં ધકેલાય રહેલ રાજકોટ શહેર - જિલ્લો : ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 34 લોકોના સરકારી ચોપડે દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકોમાં હડકંપ : આજ સવાર સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 250 બેડ ઉપલબ્ધ access_time 10:49 am IST

  • રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહિત તેમના પૂરા પરિવારને વળગ્યો કોરોના : તેમના પતિ બકુલભાઈ, બન્ને પુત્રો, પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થતા પરિવારમાં હડકંપ મચી ગયો access_time 11:39 pm IST