Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

પતિ કહેતો 'તમે દગાથી લગ્ન કરાવ્યા, તમારી દિકરી માનસિક છે તેને લઇ જાવ કહી અનિતાબેનને ત્રાસ

ભાવનગરના પતિ હિતેશ મકવાણા, સાસુ લક્ષ્મીબેન ઉર્ફે લાખુ સસરા ગોવિંદભાઇ, જેઠ સંજય, જેઠાણી પ્રભાબેન સુરેન્દ્રનગરના નણંદ અરૂણા અને નણદોયા ચંદુ વાળા સામે ગુનો

રાજકોટ તા. ૯: થોરાળાની ન્યુ સર્વોદય સોસાયટીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને ભાવનરગમાં પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને નણંદ-નણદોયા 'તમે દગાથી લગ્ન કરાવ્યા છે, તમારી દિકરી માનસિક છે. તેને લઇ જાવ' મેણાટોણા મારી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં. ૭ માં માવતરના ઘરે રહેતા અનિતાબેન હિતેશભાઇ મકવાણા (ઉ.વ. ર૭) એ મહિલા પોલીસ મથકમાંનોંધાવેલી ફરિયાદમાં ભાવનગર જવાહર કોલોની બોરડી ગેઇટ પ્લોટ નં. ૩૪૦ માં રહેતા પતિ હિતેશ મકવાણા, સાસુ લક્ષ્મીબેન મકવાણા, સસરા ગોવિંદભાઇ કાનાભાઇ મકવાણા, દિપક ચોક શાળા નં. ૧૭ પાસે પ્લોટ નં.૩પ૧માં રહેતા જેઠ સંજય ગોવિંદભાઇ મકવાણા, જેઠાણી પ્રભાબેન સંજય મકવાણા તથા સુરેન્દ્રનગરના નણંદ અરૂણા ચંદુ વાળા, નણદોયા ચંદુ ઉકાભાઇ વાળાના નામ આપ્યા છે. અનિતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે છેલ્લા દોઢેક માસથી માવતરે રિસામણે છે. પોતાના નવ વર્ષ પહેલા ભાવનગરના હિતેશ મકવાણા સાથે લગ્ન થયા હતા લગ્ન જીવન દરમ્યાન પોતાને સંતાનમાં એક પુત્રી છે. લગ્ન બાદ પોતે પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા ત્યારબાદ સાસુ, સસરા ઘરકામ જેવી નાની નાની બાબતે મેણા ટોણા મારી અવાર નવાર ઝઘડો કરતા હતા અને માર મારતા હતા.

પોતાને ઘર સંસાર ચલાવવો હોઇ તેથી બધુ સહન કરી ત્યાંજ રહેતા હતા. બાદ નણંદોયા પોતાના ઘરે આવી પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણીને પોતાના વિરૂધ્ધ ચઢામણી કરતા અને કહેતા હતા કે, તું કયાંથી આવી? આ હિતેશ સાથે મારે મારી બહેનના લગ્ન કરાવવાના હતા? તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. દિકરીના જન્મ બાદ પોતે પતિ સાથે અલગ રહેવા લાગ્યા હતા. તેમાં જેઠાણી પ્રભાબેન સસરાના મકાનમાં ઉપરના ભાગમાં રહેતા હોઇ અને પોતે નીચેના ભાગમાં રહેતા હતા જેથી તે કહેતા કે, 'તારે દિકરીને ઉપરના મકાનમાં આવવું નહિં અને પોતે બ્યુટી પાર્લરનું કામ કરતા હતા એટલે ગ્રાહક આવે તો જેઠાણીને ગમતું નહિં જેથી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતી હતી અને પતિને કહેતા કે 'તું અનીતાને મુકી દે અમે તારા માટે બીજી સારી છોકરી શોધી આપશું. તેમ કહી માનસિક ટોર્ચર કરતા હતા. જેથી પોતે પતિ વિરૂધ્ધ ભાવનગર કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો અને પતિ પોતાના માવતરને અવાર નવાર કહેતા કે 'તમે દગાથી લગ્ન કરાવેલ છે અને તમારી દિકરી માનસિક છે. જેથી તેને લઇ જાવ' બાદ પોતે પોતાની દિકરી સાથે રહેતા હતા ત્યાં પોતાની બહેન જયોતીબેન ઉર્ફે દક્ષાબેન આવ્યા હતા તે દરમ્યાન પતિએ ત્યાં આવીને ગાળો આપી ઢોરમાર મારતા બહેન છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. જેથીપોતે ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસ બોલાવી હતી અને ૧૦૮ મારફતે હોસ્પિટલે સારવાર લઇને પોતે ભાવનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશને ગયા ત્યારે ત્યાં કોઇએ કાંઇ પણ સાંભળેલ નહિં બાદ પોતાના મમ્મી અને ભાઇને બોલાવતા તેઓ ભાવનગર આવી પોતાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદ ત્યાંથી રજા આપતા પોતે પોલીસ કમિશ્નરને અરજી કરતા આ મામલે સમાધાન ન થતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ. એન. એસ. સવનીયાએ તપાસ હાથ ધરી છે.

(3:00 pm IST)
  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST

  • રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ અતિભયજનક બની : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 427 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ અધધધ 520 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ધ્રુજી ઉઠ્યા access_time 7:36 pm IST

  • LinkedIn સોશિયલ મીડિયા ઉપરના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા લીક થતા વિશ્વભરમાં સનસનાટી : સોશિયલ મીડિયાની જગપ્રસિદ્ધ LinekIn સાઇટ ઉપરના ૫૦ કરોડ જેટલા યુઝર્સના પર્સનલ ડેટા ઓનલાઇન લીક થયા છે. આટલી મોટી માત્રામાં પર્સનલ ડેટા લીક થતા મોટો ખળભળાટ મચી ગયો છે. યુઝર્સના પૂરા નામ, આઇડી, ઈ-મેલ એડ્રેસ, ફોન નંબર, અને બીજી અંગત વિગતો લીક થઈ ગયેલ છે. ઈટાલિયન ખાનગી વોચ ડોગ એજન્સીએ linkedin ડેટા ચોરી અંગે તપાસ શરૂ કરી દીધી છે. access_time 11:16 am IST