Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા કોવિડ વેકસીનનો કેમ્પ

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી કોરોના સામેની વેકસીનેશનની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. મહાનગરપાલીકા આરોગ્ય શાખાના ઉપક્રમે ગુર્જર સુતાર પ્રગતિ મંડળના સહયોગથી ગુર્જર સુતાર જ્ઞાતિજનો તથા શહેરીજનો માટે વિનામુલ્યે કોવિડ વેકસીન કેમ્પ ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, બાલાજી ઇન્ડ. પાર્ક, ગોંડલ રોડ ખાતે યોજાયો હતો. ૪પ વર્ષથી વધુ ઉંમરના પ૦૦ થી વધુ વ્યકિતઓએ વિના મુલ્યે રસીકરણનો લાભ લીધો હતો. ગુર્જર સુતાર પ્રગતિ મંડળના સુવિધાયુકત એ.સી. હોલ, ચા પાણી સેનેટાઇઝર, ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપી અને સોશ્યલ ડીસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હતી. વેકસીન કેમ્પમાં મ્યુ. કમિશ્નરશ્રી, ઉદીત અગ્રવાલ, મેયર ડો. પ્રદિપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડી. રાજેશ્રીબેન ડોડીયા, નેતા શાસક પક્ષ વિનુભાઇ ધવા, દંડક શાસક પક્ષ સુરેન્દ્રસિંહ વાળા, ડે. કમિશ્નર કગથરા ઉપસ્થિત રહેલ. કાયદો અને લીગલ સમીતીના ચેરમેન કંચનબેન સિધ્ધપુરા, રોશની કમીટીના ચેરમેન જયાબેન ડાંગર, સ્ટે. કમીટીના સભ્ય નીતીનભાઇ રામાણી તેમજ વોર્ડ નંબર ૧૩ ના કોર્પોરેટર સોનલબેન સેલારા વિગેરેએ હાજર રહી સંસ્થા દ્વારા ગોઠવવામાં આવેલ સુંદર વ્યવસ્થાથી સંતોષ વ્યકત કરી હોદેદારો તથા કાર્યકર્તાઓને અભિનંદન પાઠવેલ. આ તકે જ્ઞાતિ અગ્રણીઓ અરવિંદભાઇ ગંગાજળીયા, યોગિનભાઇ છનીયારા, પ્રદિપભાઇ કરગથરા, અમીતભાઇ બાવળેચા, જેન્તિભાઇ તલસાણીયા, કિશોરભાઇ સોંડાગર, વિગેરેએ હાજર રહી માર્ગદર્શન પુરૃં પાડેલ તેમજ મહિલા સત્સંગ મંડળ ગ્રુપના કિરણબેન બકરાણીયા પ્રિતીબેન પાટણવાડીયા, હંસાબેન એ. સોંડાગર, રસીલાબેન પાટણવાડીયા તથા સત્સંગ ગ્રુપના બહેનોએ પણ સહયોગ આપેલ આ રસીકરણ કેમ્પને સફળ બનાવવા ગુર્જર સુતાર પ્રગતિ મંડળના અધ્યક્ષ અરવિંદભાઇ ગજજર (સોંડાગર) તથા માનદમંત્રી રમણીકભાઇ પાટણવાડીયાની આગેવાનીમાં ઉપાધ્યક્ષ મથુરભાઇ પાટણવાડીયા, ટ્રસ્ટી જગદીશભાઇ સોંડાગર, રસીકભાઇ વાઘસણા, ગોરધનભાઇ ચાપાનેરા, મહેન્દ્રભાઇ ઝીંઝુવાડીયા, પ્રમુખશ્રી કિશોરભાઇ બકરાણીયા, ઉપપ્રમુખ ભરતભાઇ ઉછડીયા, ખજાનચી વિમલભાઇ સોંડાગરા, શૈલેષભાઇ માંડવીયા, કમલેશભાઇ સાપરા, ઇશ્વરભાઇ પાંચાસરા, સુરેશભાઇ સોંડાગર, પ્રફુલભાઇ કરશાળા, રમેશભાઇ સોનીગ્રા, જીતેન્દ્રભાઇ ધારૈયા, નિતીનભાઇ ચંદવાણીયા, અશોકભાઇ સોનીગ્રા વિગેરે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ.

(2:58 pm IST)
  • આવું આપણા દેશમાં પણ થવું જોઈએ કે નહીં?? : નોર્વે દેશના ના વડાપ્રધાન એર્ના સોલબર્ગને કોવિડ19 પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા અને જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો access_time 6:06 pm IST

  • રોડ રસ્તે કાશ્મીર જનારા માટે ૨ વખત ટેસ્ટ ફરજીયાત : કાશ્મીરના ટુરીસ્ટો માટે આઈસોલેશન સેન્ટર તૈયાર access_time 11:40 am IST

  • LinkedIn સોશિયલ મીડિયા ઉપરના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા લીક થતા વિશ્વભરમાં સનસનાટી : સોશિયલ મીડિયાની જગપ્રસિદ્ધ LinekIn સાઇટ ઉપરના ૫૦ કરોડ જેટલા યુઝર્સના પર્સનલ ડેટા ઓનલાઇન લીક થયા છે. આટલી મોટી માત્રામાં પર્સનલ ડેટા લીક થતા મોટો ખળભળાટ મચી ગયો છે. યુઝર્સના પૂરા નામ, આઇડી, ઈ-મેલ એડ્રેસ, ફોન નંબર, અને બીજી અંગત વિગતો લીક થઈ ગયેલ છે. ઈટાલિયન ખાનગી વોચ ડોગ એજન્સીએ linkedin ડેટા ચોરી અંગે તપાસ શરૂ કરી દીધી છે. access_time 11:16 am IST